અયોધ્યા વિવાદ પર મોદી સરકારે કોર્ટ પાસે વિવાદિત જમીન સિવાયની જમીન પરત કરવા માંગ કરી

સરકારને કોર્ટ પાસે માગણી, વિવાદિત સિવાયની જમીન પરત કરે

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યા વિવાદ પર કેન્દ્રની મોદી સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતા માંગ કરી છે કે વિવાદિત જમીન સિવાયની બાકી જમીન પરત કરવામાં આવે. કેન્દ્ર સરકારે કહ્યું કે વિવાદ 0.313 એકર જમીન પર છે, માટે વિવાદિત જમીન સિવાયની જમીન પરત કરવામાં આવે અને આના પર લાગેલ યથાસ્થિતિ હટાવવામાં આવે.

વિવાદિત જમીન સિવાયનો ભાગ હટાવવાની માંગ

વિવાદિત જમીન સિવાયનો ભાગ હટાવવાની માંગ

સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં કેન્દ્ર સરકારે કહ્યું કે 67 એકર જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું, જેના પર સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. જમીનનો વિવાદ માત્ર 0.313 એકરનો છે અને બાકીની જમીન પર કોઈ વિવાદ નથી. આ હિસાબે બાકી જમીનનો થોડો ભાગ રામ જન્મભૂમિ ન્યાસને પરત કરવામાં આવે. જણાવી દઈએ કે આજે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલા પર સુનાવણી થવાની હતી પરંતુ જસ્ટિસ બોબડે હાજર ન હોવાના કારણે આ કેસની સુનાવણઈ ટળી ગઈ છે.

જમીન પર લાગુ યથાસ્થિતિ હટાવવાની માંગ

જમીન પર લાગુ યથાસ્થિતિ હટાવવાની માંગ

વર્ષ 1993માં કેન્દ્ર સરકારે અયોધ્યા અધિગ્રહણ એક્ટ અંતર્ગત વિવાદિત સ્થળ અને આજુબાજુની જમીનનું અધિગ્રહણ કરી લીધું હતું. આ ઉપરાંત પહેલેથી જમીન વિવાદને લઈ દાખલ તમામ અરજીઓ સમાપ્ત કરી દીધી હતી. સરકારે આ એક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો અને અદાલતે વર્ષ 1993માં તમામ દાવેદારી વાળા સૂટને રદ કરવા ઉપરાંત જમીન કેન્દ્ર પાસે રાખવાનું કહ્યું હતું. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જમીન પર યથાસ્થિતિ બની રહેશે અને જેના પક્ષમાં ફેસલો આવશે તેને જમીન સોંપી દેવામાં આવશે.

અયોધ્યા વિવાદ પર રાજકારણ ગરમાયું

અયોધ્યા વિવાદ પર રાજકારણ ગરમાયું

અગાઉ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રામ મંદિરને લઈ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અમારું કમિટમેન્ટ છે, જેને અમે જરૂર પૂરું કરીશું. ભાજપ પર સંત- સાધુથી લઈ સહયોગી અને આરએસએસ સુધી રામ મંદિર બનાવવાનું દબાણ નાખી રહ્યા છે. આ ઉપરાંત મંદિર બનાવવા માટે કાયદો લાવવાની માંગ ઉઠી ચૂકી છે. જ્યારે પીએણ મોદીએ પણ અયોધ્યા વિવાદ પર કહ્યું હતું કે સરકાર સુપ્રીમ કોર્ટના ફેસલાનો ઈંતેજાર કરશે, જે બાદ જ અધ્યાદેશ લાવવા પર વિચાર કરવામાં આવશે.

સાધૂ-સંતોએ સરકારથી નારાજગી જતાવી

સાધૂ-સંતોએ સરકારથી નારાજગી જતાવી

અયોધ્યા વિવાદ પર વારંવાર સુનાવણી ટળવાના કારણે સાધૂ-સંતો પણ નારાજ છે. તેમણે કેન્દ્ર અને યૂપી સરકાર પર પણ આ મામલાને ગંભીરતાથી ન લેવાનો આરોપ લાગાવ્યો છે. પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું હતું કે કુંભ મેળાની સમાપ્તિ બાદ અમે ફેસલો કર્યો છે કે બધા જ સંતો અયોધ્યામાં એકજુટ થશે અને રામ મંદિર નિર્માણ શરૂ થશે. ગિરીએ કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણમાં ભાજપ દિલચસ્પી નથી લઈ રહ્યું, કેમ કે તેઓ આ મુદ્દાને ચૂંટણી માટે જીવતો રાખવા માગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X