Ayodhya Verdict: વિવાદિત જમીન રામ જન્મભૂમિને આપવાનો સુપ્રીમ કર્ટનો આદેશ

Ayodhya Verdict: વિવાદિત જમીન રામ જન્મભૂમિને આપવાનો સુપ્રીમ કર્ટનો આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2.77 એકર વિવાદિત જમીન પર પોતાનો ઐતિહાસિક ફેસલો સંભળાવી દીધો છે. પાંચ જજની સંવૈધાનિક પીઠની આગેવાની મુખ્ય ન્યાાધિશ રંજન ગોગોઈ કરી રહ્યા છે, તેમના તરફથી વિવાદિત જમીન રામ જન્મભૂમિને આપવાનો આદેશ આપ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે મામલાના બીજા પક્ષકાર સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન અયોધ્યામાં ગમે ત્યાં આપવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2010ના અલ્હાબાદ હાઈકોર્ટેના ફેસલા વિરુદ્ધ દાખલ થયેલ અરજી વિરુદ્ધ સુપ્રીમે પોતાનો ફેસલો સંભળાવ્યો છે.

મંદિર બનાવવાનો રસતો સાફ

મંદિર બનાવવાનો રસતો સાફ

સુપ્રીમ કોર્ટના આ ફેસલાની સાથે જ અયોધ્યાની સંપૂર્ણ વિવાદિત જમીન હવે હિન્દુ પક્ષને સોંપી દેવામાં આવી છે. સુન્ની વક્ફ બોર્ડને હવે પાંચ એકર જમીન કાં તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે અંદર યોજના બનાવી બોર્ડને જમીન સોંપવામાં આવે. આની સાથે જ હવે વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

પોતાની વાત સાબિત કરવામાં મુસ્લિમ પક્ષ અસફળ

પોતાની વાત સાબિત કરવામાં મુસ્લિમ પક્ષ અસફળ

ફેસલો સંભળાવતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ વાત પર જોર આપ્યું કે કાનૂન, રાજનૈતિક વિચારધારા, ધર્મ અને આસ્થાથી ઉપર છે. કોર્ટે એમ પણ કહ્યું કે વિવાદિત જમીન પર મસ્જિદ હતી તે વાત સાબિત કરવામાં મુસ્લિમ પક્ષ અસફળ રહ્યો. સુપ્રીમ કોર્ટે આની સાથે જ ટ્રસ્ટ નિર્માણ કરવાનો આદેશ પણ આપ્યો.

શું છે રામ જન્મભૂમિ ન્યાસ

શું છે રામ જન્મભૂમિ ન્યાસ

આ પક્ષને વીએચપી તરફથી સમર્થન મળ્યું છે અને આ સંતોની સર્વોચ્ચ સંસ્થા છે. આ સંસ્થા તરફથી વર્ષ 1990થી દેશભરમાં રામ મંદિર આંદોલનને આગળ વધારવાની ચળવળ ચલાવાઈ રહી છે. વીએચપીએ આ ટ્રસ્ટને શરૂ કર્યું હતું અને જાન્યુઆરી 1993માં તેની શરૂઆત થઈ તી. ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. જેના તરત બાદ સંસ્થાની શરૂઆતનો ઉદ્દેશ્ય રામ મંદિર નિર્માણ કાર્યને આગળ વધારવાનો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X