સુપ્રીમ કોર્ટમાં આજે અયોધ્યા મામલે સુનાવણી, મધ્યસ્થતાને બદલે જલદી સુનાવણીની માંગ
સુપ્રીમ કોર્ટમાં આજે અયોધ્યા મામલે સુનાવણી, મધ્યસ્થતાને બદલે જલદી સુનાવણીની માંગ
નવી દિલ્હીઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરશે. આ મામલે એક હિંદુ અરજદારે મધ્યસ્થતા પ્રક્રિયાને રોકવાની માંગ કરતા કહ્યું હતું કે આનું કોઈ પરિણામ નથી નીકળી રહ્યું, તેમણે આ મામલાની ફરીથી સુનાવણીની માંગ કરી હતી, આજ તે માંગ પર સવારે 10.30 વાગ્યે સુનાવણી થશે. પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે મધ્યસ્થતામા કોઈ ઠોસ પ્રગતિ ન થવાની વાત કહેતા સુપ્રીમ કોર્ટના મુખ્ય મામલે જલદી સુનાવણીની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે મધ્યસ્થતા સમિતિને વાતચીત આગળ વધારવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ અબ્દુલ નજીરની સંવિધાન પીઠે માર્ચના પહેલા અઠવાડિયામાં મધ્યસ્થતા કમિટીને તમામ પક્ષો સાથે વાતચીત કરી આ મામલે દોસ્તાના ઉકેલ કાઢવા માટે આઠ અઠવાડિયાનો સમય આપ્યો હતો પરંતુ મંગળવારે મામલાના પક્ષકાર ગોપાલ સિંહ વિશારદ તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું કે મધ્યસ્થતા પ્રક્રિયામાં કોઈ ખાસ પ્રગતિ નથી થઈ રહી, માટે જલદી સુનાવણી માટે તારીખ લગાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી
જણાવી દઈએ કે અયોધ્યા અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ મધ્યસ્થતાથી ઉકેલવાની કોશિશ કરવામાં આવી રહી છે. આના માટે કોર્ટે ત્રણ સભ્યોની એક સમિતિ રચી જેને કેમેરાની દેખરેખમાં કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ તરફથી રચવાાં આવેલ આ કમિટીમાં અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એફએમઆઈ કલીફુલ્લા ઉપરાંત આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યા અને બાબરી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ 2010માં ફેસલો સંભળાવ્યો હતો. જેમાં કોર્ટે વિવાદાસ્પદ 2.77 એકર ભૂમિને ત્રણ પક્ષકારો- સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામલલા વચ્ચે બરાબર વહેંચવાનો ફેસલો સંભળાવ્યો હતો.












Click it and Unblock the Notifications
