For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભડકાઉ ભાષણ મામલે આઝમ ખાન દોષી કરાર, સંકટમાં ધારાસભ્યની ખુરશી

સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને ભડકાઉ ભાષણ આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. રામપુર કોર્ટ જલ્દી જ સજાની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આઝમ ખાનને જે કલમોમાં દોષીત ઠેરવવામાં આવ્યા છે, તેમ

|
Google Oneindia Gujarati News

સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને ભડકાઉ ભાષણ આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. રામપુર કોર્ટ જલ્દી જ સજાની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આઝમ ખાનને જે કલમોમાં દોષીત ઠેરવવામાં આવ્યા છે, તેમાં ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. જો બે વર્ષથી વધુની સજા થાય છે, તો આઝમ ખાનની ખુરશીને સંકટ આવી શકે છે.

Azam Khan

આઝમ ખાને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રામપુરની મિલક વિધાનસભામાં ચૂંટણી ભાષણ દરમિયાન વાંધાજનક અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. આ અંગે ભાજપના નેતા આકાશ સક્સેનાએ ફરિયાદ કરી હતી. આ મામલામાં રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે 27 ઓક્ટોબરે પોતાનો ચુકાદો આપતાં આઝમ ખાનને દોષીત ઠેરવ્યા છે.

આઝમ ખાન પર બંધારણીય પદ પર બેઠેલા લોકો અને તત્કાલીન ડીએમનો દુર્વ્યવહાર અને ધમકાવવાનો આરોપ છે. તેમજ હુલ્લડ ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. આઝમ દ્વારા ધર્મના નામે મતદાન કરવાની ખાસ અપીલ કરવામાં આવી હતી. વીડિયો પુરાવાના આધારે આઝમ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

English summary
Azam Khan pleads guilty in Hate speech case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X