કુંભ મેળાના ઇનચાર્જ મંત્રી આઝમખાને ધર્યુ રાજીનામુ

azam khan
અલ્હાબાદ, 11 ફેબ્રુઆરી: રવિવારે મોડી સાંજે અલ્હાબાદના રેલવે સ્ટેશન પર મોતનો મહાતાંડવ સર્જાઇ ગયો. કરોડો ભક્તોની ભીડના કારણે અને રેલવે મેનેજમેન્ટની લાપરવાહીના કારણે થયેલી ભાગદોડના કારણે 36 લોકોના મોત થયા છે. આ ઘટનાની નૈતિક જવાબદારી યુપીના મંત્રી આઝમખાને કુંભમેળાના ઇનચાર્જ પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે.

આઝમખાને પોતાના રાજીનામા અંગે પત્રકારોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે 'આ ઘટના કુંભમેળાની બહાર બનેલી હોવા છતા હું તેની નૈતિક જવાબદારી સ્વીકારી કુંભમેળાના ઇનચાર્જ પદેથી મારું રાજીનામુ આપું છું. મે મારુ રાજીનામુ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોકલાવી દીધું છે.'

આ ઘટના અલ્હાબાદના રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ની છે. જ્યા રવિવારે મોડી સાંજે ફૂટઓવર બ્રિજ પર બંને તરફથી ભીડ આમને સામને આવી જવાથી ભાગદોડ મચી ગઇ. રેલવે સ્ટેશન પર મૌની અમાવસનું સ્નાન કર્યા બાદ આ ભીડ અત્રે આવી પહોંચી હતી.

ઉત્તર પ્રદેશ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સંદીપ માથુરે સોમવારે પત્રકારોને જણાવ્યું કે ઘટનામાં અત્યાર સુધી 36 લોકોના મોત થઇ ચૂક્યા છે. મૃતકોમાં 16 મહીલાઓનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું કે મૃતકોમાં ફિલહાલ 20 લોકોની ઓળખ થઇ શકી છે. અન્ય 16ની ઓળખ કરવાનો પ્રયત્ન જારી છે. મૃતકોમાં બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના લોકોનો સમાવેશ થાય છે. માથુરે જણાવ્યું કે 32 ઇજાગ્રસ્તોને રેલવે હોસ્પિટલ અને સ્વરૂપરાની નેહરુ જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X