For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલના વધતા ભાવ પર સવાલ પૂછાતા ભડક્યા બાબા રામદેવ, પત્રકારને આપી ધમકી

દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને પૂછવામાં આવેલા સવાલ પર યોગગુરુ બાબા રામદેવ કેમેરા સામે ભડકી ગયા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને પૂછવામાં આવેલા સવાલ પર યોગગુરુ બાબા રામદેવ કેમેરા સામે ભડકી ગયા. વાસ્તવમાં, બુધવારે હરિયાણાના કરનાલમાં બાબા રામદેવને જ્યારે મીડિયાકર્મીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને સવાલ કર્યો તો તે પત્રકારો પર ભડકી ગયા અને ઉલટુ-સીધુ કહેવા લાગ્યા. બાબા રામદેવે કહ્યુ કે મને આવા સવાલો ના કરો.

ramdev

શું કહ્યુ બાબા રામદેવે?

વાસ્તવમાં, એક પત્રકારે બાબા રામદેવને તેમની એ ટિપ્પણીને લઈને સવાલ કર્યો હતો જે તેમણે 2014 પહેલા મોદી સરકારના સમર્થનમાં આપી હતી. એ વખતે બાબા રામદેવે કહ્યુ હતુ કે લોકો એ નક્કી કરી લે કે કઈ સરકારને વોટ આપશે, જે તમને 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ આપશે એ સરકારને કે પછી જે 70-75 રૂપિયા પ્રતિ લિટર આપશે એ સરકારને? બાબા રામદેવની આ ટિપ્પણીને લઈને પત્રકારે તેમને સવાલ કરી લીધો હતો જેના જવાબમાં તેમણે પત્રકારને કહ્યુ, 'તારા પ્રશ્નો બહુ થઈ ગયા તુ હવે ચૂપ થઈ જા અને હા મે એવુ કહ્યુતુ હવે શું પૂંછ પાડીશ મારી?

પત્રકારને બાબા રામદેવે ધમકાવ્યા

બાબા રામદેવ આટલે ન અટક્યા તેમણે આગળ પણ એ પત્રકારને ધમકાવ્યા અને કહ્યુ, 'તુ કોઈ ઠેકેદાર છે, જો હું તારા દરેક સવાલના જવાબ આપુ, જ્યારે એકવાર કહી દીધુ તો થોડો સમય સભ્ય બની જાવ.' બાબા રામદેવે છેલ્લે પત્રકારને ધમકાવ્યો અને કહ્યુ કે હા મે એ નિવેનદ ટીવી પર આપ્યુ હતુ અને હવે નથી આપતો જો શું કરીશ. આ દરમિયાન બાબા રામદેવના સમર્થનમાં ત્યાં હાજર મહિલાઓ પણ આવી ગઈ હતી. છેવટે બાબા રામદેવે કહ્યુ કે તુ સારા માતા-પિતાની ઓલાદ છે, આવા સવાલ ના પૂછ.

સરકારનો કર્યો બચાવ

બાબા રામદેવે આ દરમિયાન પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને સરકારનો બચાવ કર્યો. તેમણે કહ્યુ કે સરકાર જો ભાવ નહિ વધારે તો સેનાને હથિયાર ક્યાંથી મળશે? ફ્લાયઓવર ક્યાંથી બનશે? એરપોર્ટ ક્યાંથી બનશે? આ દરમિયાન બાબા રામદેવે કહ્યુ કે આ મુશ્કેલ સમયમાં લોકો વધુ મહેનત કરે. જો કે બાબા રામદેવે એ જરુર કહ્યુ કે મોંઘવારી વધી ગઈ છે, એ ઘટવી જોઈએ.

English summary
Baba ramdev threaten a journalist who asked About Petrol
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X