Baba Siddiqui : જાણીતા એનસીપી નેતા બાબા સીદ્દીકીની ગોળી મારી હત્યા, 2 આરોપીની ધરપકડ
Baba Siddiqui passes away : પુર્વ કોગ્રેસી અને હાલ એનસીપી અજીત પવાર સાથે જોડાયેલા મુંબઈના જાણીતા નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે.
બાબા સિદ્દીકી પર અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરીિંગ કરાયુ હતું. ઘટના બાદ તેમને લીલાવતી હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેમનું મોત થઈ ગયુ.

બાબા સિદ્દીકીની હત્યાએ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો હંગામો સર્જ્યો છે. ફાયરિંગમાં તેમને ત્રણ ગોળીઓ વાગી અને મોતનું કારણ બની.
મુંબઈ પોલીસ અનુસાર, બાબા સિદ્દીકી પર બાંદ્રા ખેરવાડી સિગ્નલ પાસે તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ નજીક ફાયરિંગ કરવામાં આવ્યું. જણાવી દઈએ કે બાબા સિદ્દીકી અજીત પવાર ગ્રુપના લીડર હતા. તે તેની બોલિવૂડ પાર્ટીઓ માટે પણ જાણીતા હતા.
બાબા સિદ્દીકી મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક હતા અને આ વર્ષે કોંગ્રેસ છોડીને અજિત પવારના નેતૃત્વવાળી NCPમાં જોડાયા હતા. તેમના પુત્ર ઝીશાન સિદ્દીકી હાલમાં બાંદ્રા પૂર્વથી કોંગ્રેસના ધારાસભ્ય છે. બાબા સિદ્દીકી પોતે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.
અજિત પવારે કહ્યું કે NCP નેતા, પૂર્વ રાજ્ય મંત્રી, મારા સાથી બાબા સિદ્દીકી પર ગોળીબારની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ, નિંદનીય અને પીડાદાયક છે. આ ઘટનામાં તેમનું અવસાન થયું તે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે.
અજીત પવારે કહ્યું કે, મેં મારો સારો સાથી અને મિત્ર ગુમાવ્યો છે. હું આ કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરું છું. હું બાબા સિદ્દીકીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
પોલીસે બાબા સિદ્દીકીની હત્યાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ આ કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે.












Click it and Unblock the Notifications
