બાબરી કેસ : અડવાણી સામે આરોપો અંગે 12 ડિસેમ્બરે સુનવણી

advani
નવી દિલ્હી, 22 ઓક્ટોબર : આજે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે 6 ડિસેમ્બર, 1991માં બાબરી મસ્‍જીદ વિધ્‍વંશના કેસમાં લાલકૃષ્‍ણ અડવાણી અને 19 અન્‍યની સામે આરોપો ઘડવા કે નહીં તે અંગે સુપ્રિમ કોર્ટ 12મી ડિસેમ્‍બરે સુનાવણી કરશે. અડવાણી સામે આરોપો નહીં ઘડવા મુદ્દે સીબીઆઇએ સુપ્રીમમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટના જજ એચ એલ દત્તુની બેન્‍ચે કહ્યું છે કે બાબરી ધ્વંસ કેસમાં 12મી ડિસેમ્‍બરના રોજ સંપુર્ણ સુનાવણી થશે. અડવાણી અને અન્‍યને આ કેસમાં ષડયંત્રમાંથી મુકત કરવા વિરૂધ્‍ધ સીબીઆઇએ અપીલ કરી હતી. સુપ્રિમ કોર્ટે બે મહિના પહેલા એટલે કે 3જી સપ્‍ટેમ્‍બરના રોજ આ મામલાની સુનાવણી નક્કી કરી હતી. સીબીઆઇની અપીલ પર પહેલા ડિસેમ્‍બરમાં તેની સુનાવણી નક્કી થઇ હતી. અડવાણીના વકીલે પણ તેનો વિરોધ કર્યો ન હતો.

સીબીઆઇએ અડવાણી અને અન્ય 19 સામે બાબરી મસ્જીદ ધ્વંસ કેસમાં આરોપો નહીં ઘડવા અંગેના અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદાને પડકારતા કેસ દાખલ કર્યો હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટે સીબીઆઇને અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદા સામે મોડી અપીલ દાખલ કરવા અંગે ઠપકો આપ્યો હતો.

સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટ અને અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ કે બાબારી ધ્વંસ કાવતરામાં અડવાણી, કલ્યાણસિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર અને મુરલી મનોહર જોશી સામે આરોપો પડતા મૂકવામાં આવે અંગેના ચૂકાદા સામે અપીલ નોંધાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X