બાબરી વિધ્વંસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની 10 મહત્વના પોઇન્ટ

Posted By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટે આજે બાબરી ધ્વંસ મામલે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેણે ભાજપના કેટલાક મોટા માથાની મુશ્કેલી વધારી દીધી છે. કોર્ટે આ કેસના આરોપી તેવા 13 ભાજપા નેતાઓ વિરુદ્ધ અપરાધિક કાવતરા હેઠળ ધારા 120 બી મુજબ કેસ ચલાવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સાથે જ તે વાત પણ સુનિશ્ચિત કરી છે કે આ કેસ પર જલ્દીમાં જલ્દી સુનવણી શરૂ થાય. અને કોર્ટે આ માટે બે વર્ષની સમય સીમા પણ નક્કી કરી છે. ત્યારે આ બાબતે મહત્વના 10 પોઇન્ટ વિગતવાર વાંચો અહીં...

advani

1. આ મામલે સુનવણી બે વર્ષની અંદર પૂર્ણ થઇ જવી જોઇએ તેવો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

2. હવે આ કેસ લખનઉ કોર્ટમાં ચાલશે. જેની દરરોજ સુનવણી થશે અને લગભગ 2 વર્ષ માટે ચાલતી રહેશે.

3. વિનય કટિયાર, સાધ્વી રૂતંમ્બરા, સતીશ પ્રધાન, ચંપત રાય બંસલની વિરુદ્ધ પણ આ કેસમાં ચાલશે કેસ.

4. ચાર અઠવાડિયાની અંદર આ મામલે રાયબરેલીથી લખનઉમાં કેસ ટ્રાન્સફર થશે.

5. કોર્ટે તેમ પણ કહ્યું કે જ્યાં સુધી કલ્યાણ સિંહ રાજ્યપાલ છે તેમની વિરુદ્ધ કોઇ કેસ નહીં ચાલે.

6. આ મામલે સુનવણી કરનાર કોઇ પણ જજની ટ્રાન્સંફર નહીં થાય.

7. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે આ કોર્ટમાં સાધારણ પરિસ્થિતિમાં આ મામલે સુનવણી સ્થગિત નહીં થાય.

8. લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત તમામ ભાજપા નેતાઓ વિરુદ્ધ અપરાધિક ષડયંત્ર હેઠળ કેસ ચલાવવામાં આવશે.

9. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહને આ મામલે છૂટ આપી છે.

10. સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંશ મામલે સીબીઆઇની તે અપીલને સ્વીકારી છે જેમાં સીબીઆઇએ વરિષ્ઠ ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણી સમેત અન્ય વિરુદ્ધ કાવતરા મામલે કેસ પાછો ન લેવાની અપીલ કરવામાં આવી હતી.

English summary
10 Key points of Supreme court decision in Babri demolition case. Court said to complete the hearing within 2 years.
Please Wait while comments are loading...