For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસઃ થોડી વારમાં આવશે ચુકાદો, અડવાણી, જોશી, ઉમા નહિ પહોંચે કોર્ટ

સમાચારો મુજબ અડવાણી-જોશી અને ઉમા ભારત આજે ચુકાદાના દિવસે કોર્ટ પહોંચવાના નથી.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં વિશેષ કેન્દ્રીય તપાસ બ્યુરો(સીબીઆઈ)ની અદાલત આજે એટલે કે 30 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવશે. અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદને પાડી દેવામાં આવી હતી. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓ પર ચુકાદો આવવાનો છે. પરંતુ સમાચારો મુજબ અડવાણી-જોશી અને ઉમા ભારત આજે ચુકાદાના દિવસે કોર્ટ પહોંચવાના નથી.

adwani

સમાચારો મુજબ ઉમા ભારતી કોરોનાથી સંક્રમિત છે માટે તે સેલ્ફ ક્વૉરંટાઈન છે. વળી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીએ પોતાના સ્વાસ્થ્યને આધાર બનાવીને ન આવવા માટે કહ્યુ છે. લાલકૃષ્ણ અડવાણી 90 વર્ષથી વધુ ઉંમરના છે. વળી, મુરલી મનોહર જોશી 85 પાર કરી ગયા છે. એવામાં કોરોના મહામારીને જોતા પણ તેમને કોર્ટની સુનાવણીમાં ન આવવા માટે કહ્યુ છે.

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં સીહીઆઈ કોર્ટ 28 વર્ષ બાદ પોતાનો ચુકાદો સંભળાવશે. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં લગભગ 2000 લોકો માર્યા ગયા હતા. આ કેસમાં કોર્ટમાં 351 સાક્ષીઓને હાજર કરવામાં આવ્યા છે અને 600 દસ્તાવેજ પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવી ચૂક્યા છે.

ગુજરાતઃ ખાલી થયેલી 8 સીટો માટે 3 નવેમ્બરે યોજાશે મતદાનગુજરાતઃ ખાલી થયેલી 8 સીટો માટે 3 નવેમ્બરે યોજાશે મતદાન

English summary
Babri Masjid Demolition Verdict: Special Court Set to Deliver Judgment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X