For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જય શ્રીરામના નારા વચ્ચે 13 મુસ્લિમોનું ધર્મ પરિવર્તન, જણાવ્યા ઈસ્લામ છોડવાના કારણો

સમગ્ર મામલો બાગપત જિલ્લાનો છે જ્યાં એક જ પરિવારના 13 સભ્યોના એકાએક ધર્મ પરિવર્તનથી પ્રશાસનથી સત્તાધારી સુધી બધા હેરાન છે.

|
Google Oneindia Gujarati News

ધર્મ પરિવર્તનો મામલો યુપીમાં ઘણીવાર સમાચારોમાં છવાયેલો રહે છે. મોટાભાગના ધર્મપરિવર્તનના કેસોમાં દલિતોને મુસ્લિમ કે ઈસાઈ ધર્મોમાં શામેલ થતા સાંભળ્યા હશે. પરંતુ આ વખતે જે મામલો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. આ વખતે મુસ્લિમોએ પોતાનો ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો છે. સમગ્ર મામલો બાગપત જિલ્લાનો છે જ્યાં એક જ પરિવારના 13 સભ્યોના એકાએક ધર્મ પરિવર્તનથી પ્રશાસનથી સત્તાધારી સુધી બધા હેરાન છે. આ દરમિયાન જય શ્રી રામના નારા લાગ્યા, વંદે માતરમ ગાવામાં આવ્યુ અને હર હર મહાદેવ સાથે જલાભિષેક કરવામાં આવ્યુ. જાણો આ મુસ્લિમોએ કયા કારણોસર પોતાના ધર્મનો ત્યાગ કરી દીધો.

‘મુસ્લિમ ધર્મમાં થઈ રહ્યા હતા શોષણનો શિકાર'

‘મુસ્લિમ ધર્મમાં થઈ રહ્યા હતા શોષણનો શિકાર'

જય શ્રી રામના ગુંજતા નારા... હર હર મહાદેવની ગુંજ વચ્ચે મંગળવારે 13 મુસ્લિમોએ ધર્મ પરિવર્તન કરી દીધુ. આ ધર્મ પરિવર્તન બદરખા ગામના શિવ મંદિરમાં થયુ. આ મસ્લિમોએ પોતાના શોષણ અને પોતાના પર થઈ રહેલા અત્યાચારથી કંટાળી આ નિર્ણય લીધો. પહેલા તેમણે ધર્મ પરિવર્તનની દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરી. ત્યારબાદ મંદિરમાં ભગવાનો હવન, પૂજા-અર્ચના કરીને મહાદેવના નારા અને વંદે માતરમના હુંકાર સાથે સંપૂર્ણપણે હિંદુ ધર્મને આત્મસાત કર્યો. આ દરમિયાન પંડિતે હવન પૂજન પહેલા વેદી બનાવી, નવગ્રહની પૂજા અર્ચના કરાવી અને તિલક કરીને હવન શરૂ કરાવ્યો અને થોડી વાર બાદ ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ સંપન્ન થયો.

આ પણ વાંચોઃ પીએમ મોદી UN પ્રમુખ દ્વ્રારા ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સમ્માનિતઆ પણ વાંચોઃ પીએમ મોદી UN પ્રમુખ દ્વ્રારા ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સમ્માનિત

ધર્મ પરિવર્તન માટે કેમ થયા મજબૂર

ધર્મ પરિવર્તન માટે કેમ થયા મજબૂર

બદરખા ગામના રહેવાસી અખ્તર અલી થોડા મહિના પહેલા નિવાડા ગામ જઈને રહેવા લાગ્યા. પહેલા અખ્તર અલી અને હવે ધર્મ સિંહના પુત્ર ગુલહસનની 27 જુલાઈના રોજ બાગપતના નિવાડા ગામમાં હત્યા થઈ ગઈ અને શબ ફાંસીના ફંદા પર લટકેલુ મળ્યુ. આ હત્યાના ખુલાસા માટે પરિવારના લોકો પોલિસને મળ્યા પરંતુ આરોપ છે કે હત્યાને આત્મહત્યા બતાવવામાં આવી. પોલિસ સ્ટેશનના ચક્કર કાપ્યા પરંતુ ઈન્સાફ મળ્યો નહિ. મુસ્લિમ સમાજની પંચાયત થઈ પરંતુ ત્યાં પણ તેમને ધુત્કારવામાં આવ્યા.

હવે જાગી ઈન્સાફની આશા

હવે જાગી ઈન્સાફની આશા

ત્યારબાદ પોલિસનું હેરેસમેન્ટ અને મુસ્લિમ સમાજે સાથ ના આપતા સમગ્ર પરિવારે હિંદુ ધર્મ અપનાવવાનો નિર્ણય કરી લીધો અને એસડીએમ બડૌતના ત્યાં એફિડેવિટ આપ્યુ. ત્યારબાદ પોતાના ગામ બદરખા આવીને ધર્મ પરિવર્તન કર્યુ. અખ્તર અલીમાંથી ધર્મ સિંહ બન્યા અને તેમના પુત્રો દિલશાદમાંથી દિલેર સિંહ, નૌશાદમાંથી નરેન્દ્ર અને ઈરશાદમાંથી કવિ બની ગયા અને ત્રણેની પત્નીઓ, બે પૌત્રો અને ચાર પૌત્રીઓ પણ શામેલ છે. જો કે મહિલાઓ અને પૌત્રીઓને આ કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા. પરિવારના બાળકો સહિત 7 લોકો આમાં શામેલ રહ્યા. હવે આ લોકોનું કહેવુ છે કે સીએમ યોગી પાસેથી તેમને ઈન્સાફ જરૂર મળશે અને જરૂર પડે તો તેની સીબીઆઈ તપાસ પણ થવી જોઈએ.

જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો માહોલ

જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો માહોલ

ધર્મ પરિવર્તન અને નામકરણ રીતિ રિવાજ સાથે સંપન્ન થયા બાદ આરતી પણ કરવામાં આવી. જય શ્રી રામ, વંદે માતરમ, હર હર મહાદેવના નારા લાગ્યા. આ સમગ્ર કાર્યક્રમ યુવા હિંદુ વાહિની ભારતવા સહયોગથી સંપન્ન થયો અને યુવા હિંદુ વાહિનીના જિલાધ્યક્ષનું કહેવુ છે કે આ લોકો ઘરે પાછા ફર્યા છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે ચાલી રહેલા માહોલ વચ્ચે 2019 લોકસભા ચૂંટણી પહેલા યુપીમાં મુસ્લિમોનું ધર્મ પરિવર્તન એક મોટો મુદ્દો બની શકે છે. સૌથી મોટી વાત એ રહી કે આ કાર્યક્રમથી પોલિસ અઅને પ્રશાસને અંતર જાળવ્યુ.

આ પણ વાંચોઃ સના બાદ ‘ગુમનામ ટીચર' ના નિવેદનથી વિવેક તિવારી મર્ડર કેસમાં નવો વળાંકઆ પણ વાંચોઃ સના બાદ ‘ગુમનામ ટીચર' ના નિવેદનથી વિવેક તિવારી મર્ડર કેસમાં નવો વળાંક

English summary
baghpat 13 muslims converted into hindu religion tells the main reason behind this
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X