Bahraich Violence: બહરાઈચમાં હિંસા બાદ બંધ કરાયું ઈન્ટરનેટ, જાણો હાલની પરિસ્થિતિ
Bahraich Violence: ઉત્તર પ્રદેશના બહરાઈચ જનપદમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં એક યુવાનનું મોત થયા બાદ લોકોમાં રોષ ફાટી નીક્યો છે. સોમવારના બપોરના સમયે લોકોએ વાહનોમાં આગ ચાંપી દીધી હતી. જે કારણે વાતાવરણ તંગ બન્યું છે.
આ હિંસ દરમિયાન લોકોએ ખાનગી હોસ્પિટલમાં પણ તોડફોડ કરી આગ ચાંપી હતી. દેખાવકારોનું આક્રમક સ્વરૂપ જોઈને હવે બહરાઈચ જિલ્લાના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર આ મામલે મોટી કાર્યવાહી કરશે.
સોમવારે ફરી હોબાળા બાદ મહસી અને મહારાજગંજ અને આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો લાકડીઓ, તલવારો અને ત્રિશૂળ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને વહીવટી અધિકારીઓ સતત પ્રવાસ કરી રહ્યા છે અને વિરોધ કરી રહેલા લોકોને પાછા ફરવાની અપીલ કરી રહ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.
મહસી વિસ્તારમાં સતત મોટી સંખ્યામાં લોકો એકઠા થતા જોઈને આસપાસના જિલ્લાઓમાંથી પણ પોલીસ બોલાવવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, કેટલીક જગ્યાએ વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે અને દુકાનોમાં આગચંપી કરવાની ઘટનાઓ સામે આવી છે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
મૃતક રામગોપાલ મિશ્રાના મૃતદેહને મહસી ચારરસ્તા પર રાખીને વિરોધ કરી રહેલા લોકોને લાંબી ચર્ચા બાદ સમજાવવામાં આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્યએ મૃતદેહને મહસી ચારરસ્તા પર રાખીને વિરોધ કરી રહેલા ગ્રામજનો અને પરિવારજનોની સામે ફોન પર મુખ્યમંત્રી સાથે વાત કરી હતી.












Click it and Unblock the Notifications
