બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ માટે સીધી એન્ટ્રી મળશે, ટ્રાયલની જરૂર નહીં
રેસલિંગ ફેડરેશન સામે આંદોલન કરનારા પહેલવાનોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારો અનુસાર, બાહુબલી નેતા અને રેસલિંગ ફેડરેશનના અધ્ચક્ષ બ્રિજભુષણ વિરૂદ્ધ મોરચો ખોલનારા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને એશિયન ગેમ્સ માટે સીધી એન્ટ્રી મળશે.
ANI અનુસાર, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને સીધા જ એશિયન ગેમ્સમાં મોકલવામાં આવી શકે છે. આ માટે તેમને કોઈ ટ્રાયલમાંથી પસાર નહીં થવું પડે. સુત્રો અનુસાર, આ બંને રેસલરોને એડહોક કમિટીએ છૂટ આપી છે.

આ બે સિવાય અન્ય ખેલાડીઓએ ટ્રાયલ માટે જવું પડશે અને જે પણ કેટેગરીમાં ખેલાડી જીતશે તેને સ્ટેન્ડબાય રાખવામાં આવશે. જણાવી દઈએ કે, બજરંગ પુનિયા અને વિનેશ પોગાટ બંને એ છ કુસ્તીબાજોમાં સામેલ હતા જેમણે બ્રિજભૂષણ સિંહ સામે જાતીય શોષણના આરોપો સાથે ધરણા કર્યા હતા.
જણાવી દઈએ કે, આ પહેલા રેસલર્સે તૈયારી માટે વધારાનો સમય માંગ્યો હતો. હડતાલ પર રહેલા તમામ 6 રેસલરોએ IOAને થોડા સમય માટે ટ્રાયલ મુલતવી રાખવા જણાવ્યું હતું. તેમને કહ્યું હતું કે ધરણા અને અન્ય કારણોસર તેમની તૈયારીઓ થઈ શકી નથી. આ સ્થિતિમાં તેઓ ટ્રાયલ માટે સંપૂર્ણપણે તૈયાર નથી.
આ મહિને ફ્રી સ્ટાઇલ ટ્રાયલ યોજાવા જઈ રહ્યા છે. આ ટ્રાયલ 23 જુલાઈથી યોજાશે. આ સિવાય 22 જુલાઈએ પણ ટ્રાયલ લેવામાં આવશે. એશિયન ગેમ્સ માટે રેસલરોની સ્પર્ધામાં કયા નામો સામેલ થશે અને કયા ખેલાડીઓ ટ્રાયલમાં સફળ થાય છે તે પરિણામ બાદ ખબર પડશે.












Click it and Unblock the Notifications
