RSS સમર્થિત મુસ્લિમ સંગઠન આજે આપશે અનોખી કુર્બાની, જાણો કેમ?

"બકરીદ" કુર્બાનીનો તહેવાર છે. જેમાં બકરાની બલિ આપવામાં આવે છે. પણ આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (આરએસએસ) સમર્થિત સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચની અવધ બ્રાન્ચ કંઇક અલગ રીતે બકરી ઇદના આ પર્વની ઉજવણી કરશે. આ પર્વ નિમિત્તે તે કોઇ પાણીને બલિ નહીં આપે પણ બકરાના ડિઝાઇન વાળી કેકની બલિ આપશે. એટલે કે બકારના ડિઝાઇન વાળી કેક કાપી આ પર્વની ઉજવણી કરશે.

bakari eid

મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આજે લખનઉમાં 5 કિલોની બકરાની કેક કાપશે. એટલું જ નહીં આ સંગઠનના મેમ્બર તેમના ઘરે બકરાની બિરીયાની પણ નહી બનાવે ખાલી સેવઇ અને દહી વડા બનાવશે. અને માંસનું સેવન પણ નહીં કરે.
જો કે આ પાછળ આ સંગઠનના લોકોનું કહેવું છે કે તે જીવ હત્યાનો વિરોધ કરી રહ્યા છે. અને તે આ પર્વને તેમના જન્મદિવસની જેમ કેક કાપીને ઉજવણી કરીને મનાવશે.

અવધના આ સંગઠનના સંયોજક રઇસ ખાને મીડિયાને કહ્યું કે બકરીદ કુર્બાનીનો પર્વ છે. પ્રેમ અને ત્યાગનો પાઠ આ પર્વ આપણને આપે છે. જરૂર પડે તો વ્યક્તિ ભગવાનને તેના બાળકની પણ કુર્બાની આપી શકે છે. પણ કારણવગર બકરાને મારી નાંખવો યોગ્ય નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X