ઠાકરે વિરુધ્ધ કમેન્ટ કરનારી છોકરીઓએ ફેસબુક એકાઉન્ટ બંધ કર્યું

bal-thackeray-facebook
મુંબઇ, 20 નવેમ્બર : ફેસબુક પર બાલ ઠાકરેના નિધન બાદ સર્જાયેલા માહોલ અંગે કમેન્ટ કરનારી અને તેને લાઇક કરનારી છોકરીઓ પર પાછલા બે દિવસમાં શિવ સેનાના કાર્યકરોએ ગુજરેલા ત્રાસથી ભયભીત થઇને તેમણે પોતાનું ફેસબુક એકાઉન્ટ જ બંધ કરી દીધું હોવાના સમાચાર છે.

પોતાના વાણી સ્વાતંત્ર્યના અધિકારનો ઉપયોગ કરી ફેસબુક પર બાલ ઠાકરેના નિધન અંગે કમેન્ટ કરનારી 21 વર્ષીય શાહીન ધાડા અને તેની બહેનપણીને શિવ સેના સૈનિકોના આક્રોશનો ભોગ બનીને જેલવાસ ભોગવવો પડ્યો હતો. શિવ સેનાના કાર્યકરોએ તેના કાકાની હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી.

શાહીને તેના ફેસબુક એકાઉન્ટમાં કમેન્ટ લખી હતી કે "ઠાકરે જેવા લોકો રોજ જન્મે છે અને મૃત્યુ પામે છે, સામાન્ય લોકો તેમના માટે બંધ પાળી ના શકે." તેની બહેનપણી રેણુએ કમેન્ચને લાઇક કરી હતી અને તેના બદલામાં આફતનો સામનો કરવો પડ્યો હતો.

તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આઇપીસીની કલમ 295(એ) હેઠળની કલમ 64(એ) મુજબ તેમની ધરપકડ કરી હતી. છેવટે વ્યક્તિગત રૂપિયા 15,000નો દંડ વસૂલી તેમને મુક્ત કર્યા હતા.

આ સાથે પોલીસે હવે તોડફોડ કરનારા 9 લોકોની ધરપકડ કરી છે. છોકરીઓની તરફેણમાં અરવિંદ કેજરીવાલ આગળ આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X