For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાલાસાહેબ ઠાકરે મેમોરિયલ પર નારાયણ રાણેએ આપી શ્રદ્ધાંજલિ તો શિવસેનાએ દૂધ અને ગૌમૂત્રથી કર્યુ શુદ્ધિકરણ

શિવસેનાના કાર્યકર્તાઓએ ગુરુવારે મુંબઈ સ્થિત બાલા સાહેબ ઠાકરે મેમોરિયલનુ શુદ્ધિકરણ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શિવસેનાના કાર્યકર્તાઓએ ગુરુવારે મુંબઈ સ્થિત બાલા સાહેબ ઠાકરે મેમોરિયલનુ શુદ્ધિકરણ કર્યુ છે. ભાજપની જન આશીર્વાદ યાત્રા પહેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ બાલા સાહેબ ઠાકરે શ્રદ્ધાંજલિ આપવા માટે મેમોરિયલ ગયા હતા ત્યારબાદ શિવસેનાએ આનુ શુદ્ધિકરણ કર્યુ છે. નારાયણ રાણેના મેમોરિયલથી ગયા બાદ શિવસેનાના કાર્યકર્તાઓએ દૂધ અને ગૌમૂત્રથી ગુરુવારની સાંજે આનુ શુદ્ધિકરણ કર્યુ.

narayan rane

તમને જણાવી દઈએ કે 2005માં શિવસેના છોડ્યા બાદ નારાયણ રાણે પહેલી વાર બાલા સાહેબ ઠાકરે મેમોરિયલ પહોંચ્યા હતા. નારાયણ રાણેને 1999માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા જ્યારે તે શિવસેનામાં હતા. પરંતુ બાદમાં તે 2019માં ભાજપમાં શામેલ થઈ ગયા હતા અને ગઈ વખતે મોદી સરકારમાં મંત્રીમંડળમાં થયેલ ફેરબદલમાં તેમને મંત્રી પદ આપવામાં આવ્યુ છે. શિવાજી પાર્કમાં નારાયણ રાણેએ કહ્યુ કે મારા મંત્રાલયમાંથી હું લોકોને રોજગારની તકો પૂરી પડાવવા માટે કામ કરીશુ. ભાજપ બીએમસી ચૂંટણી જીતશે અને આના માટે બધા ભાજપ નેતા મહેનત કરશે. રાણે કહ્યુ કે ભાજપ બીએમસી ચૂંટણી જીતશે અને 32 વર્ષોમાં કરેલા પાપોને સમાપ્ત કરશે.

બાલા સાહેબ ઠાકરે મેમોરિયલ સ્થળ પર નારાયણ રાણેની મુલાકાતનો ઘણા શિવસેનાના નેતાઓએ વિરોધ કર્યો. તેમણે કહ્યુ કે નારાયણ રાણેનુ મેમોરિયલ પર આવવાનો કોઈ અધિકાર નથી કારણકે તેમણે બાલ સાહેબ સાથે વિશ્વાસઘાત કર્યો છે. શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે કહ્યુ કે રાણેના પગલાંથી પાર્ટીની અંદર તિરાડ પડી ગઈ હતી જેનાથી બાલા સાહેબ ઠાકરેને ઘણી દુઃખ થયુ હતુ. વળી, શિવસેનાના ધારાસભ્ય સદા સર્વાંકરે કહ્યુ કે નારાયણ રાણેને મેમોરિયલ જતા રોકવા માટે પાર્ટી તરફથી તેમને કોઈ પણ નિર્દેશ આપવામાં આવ્યા નહોતા.

જ્યારે નારાયણ રાણેને પૂછવામાં આવ્યુ કે શું તમને મેમોરિયલ જવાથી રોકવામાં આવ્યા હતા તો તેમણે કહ્યુ કે લોકોની ભાવનાનુ સમ્માન કરવુ જોઈએ ખાસ કરીને ત્યારે જ્યારે તમે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હોય. તમને જણાવી દઈએ કે નારાયણ રાણેએ બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વીડી સાવરકરને પણ તેમના મેમોરિયલ જઈને શ્રદ્ધાંજલિ આપી કે જે બાલ ઠાકરે મેમોરિયલ પાસે જ છે. જન આશીર્વાદ યાત્રાના પહેલા દિવસે નારાયણ રાણે અહીં પહોંચ્યા હતા.

English summary
Bala Saheb Thackeray memorial purifies by Shivsena after Narayan Rane visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X