એકતા કપૂર અને જિતેન્દ્રના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા

આને આઇટી રેડની મોટી રેડ કહેવામાં આવે છે જેના મુજબ એકતા કપૂર અને પિતા જિતેન્દ્રના ઘરે અને બાલાજી ટેલીફિલ્મ્સની ઓફિસમાં ઇન્કમ ટેક્સની રેડ પાડવામાં આવી છે. કહેવામાં આવે છે કે બાલીજી ટેલીફિલ્મ્સ પર રેડની કાર્યવાહી તેમની આગામી ફિલ્મને લઇને પાડવામાં આવી છે. બાલાજીની ઓફિસ ટેક્સ ચોરી અને ખાતામાં ગોટાળો હોવાના આરોપો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાલાજી ટેલીફિલ્મ્સ એક પ્રોડક્શન હાઉસ છે અને એકતા કપૂર, શોભા કપૂર અને જિતેન્દ્ર તેના પ્રમોટર છે.
એકતા કપૂરના સિતારા હાલ બુલંદીએ છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી સિરિયલોની સાથે-સાથે ફિલ્મોને પણ જબરજસ્ત સફળતા મળી છે. હાલમાં તેમની પ્રોડ્યૂસ ફિલ્મ શૂટઆઉટ એટ વડાલાની ચર્ચા જોરશોરમાં ચાલે છે.












Click it and Unblock the Notifications
