Odisha Train Accident: ચારે તરફ વિખરાયેલો નાસ્તો, ડબ્બાઓ વચ્ચે ચોંટી ગયેલા મૃતદેહ, હ્રદયદાવક સ્થિતિ

Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં અત્યાર સુધીમાં 230થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટના બાદથી બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 900થી વધુ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ બોગીની નીચે ફસાયેલા છે.

અકસ્માતમાં બચી ગયેલા લોકોએ હૉસ્પિટલમાં પોતાની આપવીતી વર્ણવી હતી. આ ઘટના શુક્રવારે સાંજે 6.51 કલાકે બની હતી. તે સમયે લોકો કોરોમંડલ એક્સપ્રેસમાં નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે અચાનક જોરદાર અવાજ આવ્યો, લોકો કંઈ સમજે તે પહેલા ચારેબાજુ ચીસાચીસ થઈ રહી હતી.

balasore train accident

થોડીવાર પછી બચાવકર્મીઓ ત્યાં પહોંચ્યા તો તેઓ ચારેબાજુ ભયાનક દ્રશ્ય જોઈ શક્યા. ટ્રેનની બોગીમાં ચારેબાજુ નાસ્તાનો સામાન વિખરાયેલો હતો. લોકોનો સામાન અને ચંપલ પણ લાવારિસ પડ્યા હતા. કેટલાક મૃતદેહો ડબ્બાઓ વચ્ચે ફસાયેલા જોવા મળ્યા હતા, બચાવ ટીમે ગેસ કટરનો ઉપયોગ કરીને તેમને બહાર કાઢ્યા હતા.

રેલવેના જણાવ્યા મુજબ અકસ્માત બાદ કોરોમંડલ એક્સપ્રેસના B2 થી B9 સુધીના કોચ પલટી ગયા, જ્યારે એન્જિન અને B1 કોચ પાટા પરથી ઉતરી ગયા. આ સ્થિતિમાં એસીમાં મૃત્યુ પામનારની સંખ્યા વધુ છે. ઘટના બાદ H1 અને GS કોચ ટ્રેક પર જ રહ્યા હતા.

કેટલાક મૃતદેહો ખરાબ રીતે વિકૃત થઈ ગયા છે. તેથી તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. ઘટના બાદ એનડીઆરએફની સાથે ભારતીય સેનાની ટીમ પણ પહોંચી હતી. બોગીની નીચે સર્ચ ઓપરેશન પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી જો કોઈ ત્યાં ફસાયેલ હોય તો તેને બહાર કાઢી શકાય.

ટ્રેનમાં ઈમરજન્સી એલાર્મ લગાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ તે વાગવાનુ શરુ થઈ ગયુ હતુ. તેનો અવાજ હજુ પણ આવી રહ્યો છે. આ અકસ્માતમાં એસી કોચને સૌથી વધુ અસર થઈ હતી. તેની તમામ બારીઓમાં કાચનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી ઘટના સ્થળે દરેક જગ્યાએ માત્ર કાચ જ દેખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X