દિલ્હીમાં જૂના પેટ્રોલ-ડિઝલ વાહનો પર પ્રતિબંધ, પ્રદૂષણ વધતા નિર્ણય લેવાયો
કોલ્ડ વેવ વચ્ચે ધીમા પવનને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી છે. હવે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે પ્રદૂષણ વિરોધી પગલાં વધુ કડક રીતે લાગુ કરવા નિર્દેશ આપ્યો છે.
નવી દિલ્હી : દિલ્હી સતત વાયુ પ્રદૂષણથી પીડાઈ રહી છે ત્યારે હવે સરકારે BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ ફોર વ્હીલ વાહનોના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. કોલ્ડ વેવ વચ્ચે ધીમા પવનને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી છે. હવે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે પ્રદૂષણ વિરોધી પગલાં વધુ કડક રીતે લાગુ કરવા નિર્દેશ આપ્યો છે.

આ મુદ્દે દિલ્હી સરકારે જણાવ્યું કે, BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ વાહનો પર પ્રતિબંધ મંગળવારથી અમલમાં આવશે. જ્યારે હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચે છે ત્યારે અમે પર્યાવરણ વિભાગ સાથે પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ. પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જો હવાની ગુણવત્તા સુધરે તો શુક્રવાર પહેલા પ્રતિબંધ હટી શકે છે.
દિલ્હીમાં 24 કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક સોમવારે સાંજે 4 વાગ્યે 434 હતો, જે રવિવારના 371 થી વધુ ખરાબ થયો હતો. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, દિલ્હી છેલ્લા ઘણા સમયથી હવાના પ્રદૂષણની ગંભીર સ્થિતીનો સામનો કરી રહ્યું છે. હવે ફરીથી પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે.












Click it and Unblock the Notifications
