પાઠામાં આજે પણ ચાલે છે ‘ડાકુઓની સરકાર’

લખનઉ, 27 એપ્રિલઃ મીલો સુધી ફેલાયેલા બિયાવન બીહડ., વિશાળ વનક્ષેત્ર અને ઉંચી-ઉંચી પર્વત શ્રેણીઓ, જેમને જોઇને તમને પણ ખૌફનો અનુભવ થશે. ઉત્તર પ્રદેશના બાંદા-ચિત્રકૂટ અને મધ્ય પ્રદેશના સતના તથા રીવાના ક્ષેત્રોમાં પાઠાના નામથી તે ઓળખાય છે. પાઠા, જેની ઓળખ પોલીસ ફાઇલોમાં ખુંખાર ડાકુઓના આરામગૃહના રૂપમાં ઓળખાય છે.

ચૂંટણીઓ વચ્ચે જ સરકાર અને પ્રશાસનના લાખો દાવાઓ વચ્ચે ડાકુઓની હરકતો ઝડપી થઇ જાય છે અને તેમના ફરમાન જારી થવા લાગે છે. આ સિલસિલો વર્ષોથી ચાલી રહી છે અને અત્યારે પણ ચાલું જ છે. ખરેખર, સરકાર સિવાય જો પાઠામાં ડાકુઓની હકુમત પર ધ્યાન આપવામાં આવે, તો ત્યાંથી તે પોતાનું સામ્રાજ્ય ચલાવે છે અને રાજકારણમાં પણ દખલગીરી કરે છે તો માલુમ પડે છેકે પોલીસના તમામ પ્રયાસો છતાં ડાકુઓ અહીં અજય છે.

patha
દશકાઓથી પાઠાનું જંગલ પોલીસ સર્ચ ઓપરેશન અને ડાકુઓની અથડામણનું સાક્ષી બનતું આવ્યું છે અને આમ જનતા વચ્ચે આજે પણ દહેશતનું બીજું નામ છે. જ્યાં એક ડાકુ મરે છે તો બીજા ડાકુનો જન્મ થાય છે. વર્ષ 1970ના દશકાથી પાઠાના બીહડ઼ોમાં કુખ્યાત ડાકુઓના ઉદ્ભવનો સિલસિલો ચાલું થયો, જે આજે પણ ચાલું છે.

શિવ કુમાર પટેલ ઉર્ફે દદુઆ, અંબિકા પટેલ ઉર્ફે ઠોકિયા, સુરેન્દ્ર પટેલ ઉર્ફે રાગિયાના ખાતમા બાદ હવે આ કડીમાં વધુ એક ખુંખાર નામ જોડાઇ ગયું છે. ડાકુ સુદેશ પટેલ ઉર્ફે બલખડિયાનું. દદુઆના મોત બાદ પહેલા ઠોકિયા ગેંગમાં સામેલ થવા અને તેના સફાયા બાદ રાગિયા અને રાગિયાના સફાયા બાદ પોતાને ગેંગનો સરગના બનાવતા બલખડિયાની અન્ય એક ઓળખ આજે પોલીસ રેકોર્ડમાં આઇએસ 262ના નામથી પણ છે.

ઉત્તર પ્રદેશર સરકારથી પાંચ લાખ અને મધ્ય પ્રદેશ સરકારથી એક લાખના ઇનામી ડાકુ બલખડિયા પાઠામાં ગુનાહની નવી કથા લખી રહ્યો છે. પાઠાની આબોહવામાં આજે બલખડિયાના નામની દહેશત એવી ભળી ગઇ છેકે લોકો અનિચ્છાએ તેને સહયોગ કરી રહ્યાં છે. સૂત્રોની વાત માનીએ તો પોલીસથી બચવા માટે બલખડિયા અને તેનો સમૂહ સ્થાનિક લોકો પાસેથી ધમકીઓના જોરે મદદ મેળવી રહ્યો છે. જેના કારણે પોલીસને તેને શોધવામાં ઘણી મહેનત કરવી પડી રહી છે.

તેમ છતાં પોલીસ રેકોર્ડમાં બલખડિયાની શોધ માટે ચાલતા ઓપરેશનો ક્યારેય પૂર્ણ થયા નથી. હથિયારોથી ભરેલા જવાન પાઠાના જંગલોમાં બલખડિયાના દેહશતની જાણ થતાં જ તેનો ખાતમો બોલાવવા નીકળી પડે છે, પરંતુ બલખડિયા બચીને જતો રહે છે. પાઠાના બીહડ઼ોમાં પાંચ દશકાથી ચાલી આવતા ડાકુઓના આતંક ક્યારેય ખતમ નથી થયો, પરંતુ સમય જતા માત્ર આતંકના ચહેરા બદલાઇ રહ્યાં છે. જ્યાં સુધી પાઠામાં ડાકુ બનવાનું કારણ જાણવા નહીં મળે ત્યાં સુધી કાયદાને વારંવાર આવા પડકારો મળતા રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X