Video: બેંગ્લોરના ATMમાં મહિલા પર ઘાતક હુમલો, હાલત નાજુક
બેંગ્લોર, 20 નવેમ્બર: કર્ણાટકના બેંગ્લોરમાં એટીએમની અંદર એક મહિલા બેંક મેનેજર પર હુમલો કરવામાં આવ્યો છે. ઘટના બેંગ્લોરના મિશન રોડ વિસ્તારની છે. 44 વર્ષીય પીડિત મહિલા એટીએમમાંથી પૈસા નિકાળવા ગઇ હતી. આ મહિલાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલું છે.
જો કે, આ મહિલા જેવી બેંકના એટીએમમાંથી પૈસા નિકાળવા માટે અંદર ઘુસી. અને ઠીક 14 સેકેન્ડ બાદ હુમલાવરે આવીને શટર બંધ કરી દિધું અને તેને પૈસા નિકાળવવા માટે ધમકાવી. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો તો આરોપી મહિલાએ ધારદાર હથિયાર વડે હુમલો કરી દિધો.

આ ઘટના બાદ હુમલાવર એટીએમનું શટર બંધ કરી જતો રહ્યો. મહિલાને બીજીએસ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવી છે. પોલીસે કેસ દાખલ કરી આરોપી શોધખોળ શરૂ કરી દિધી છે, પરંતુ હુમલાવર હજુ સુધી પણ પોલીસની પકડ બહાર છે.
<center><center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/RgNblmAFl5k?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>












Click it and Unblock the Notifications
