For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગલોરની દુર્ગા પૂજામાં રાજસ્થાની રૂપ ધારણ કરશે મા દુર્ગા

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 19 સપ્ટેમ્બર: દેશભરની અલગ-અલગ સંસ્કૃતિને પોતાની અંદર સમેટી બેંગલોરમાં એકવાર ફરી ધૂમધામથી દુર્ગા પૂજા થવા જઇ રહી છે. કર્ણાટકની ભૂમિ પર યજમાની કન્નડભાષી કરશે, આયોજનકર્તા બંગાળી રહેશે અને દુર્ગા પૂજાનું પંડાલ રાજસ્થાની કળાથી સુસજ્જીત થશે. હા દેશની જુદી-જુદી સંસ્કૃતિઓનું સંગમ 10થી 14 ઓક્ટોબરની વચ્ચે શહેરના જેપી નગર ફર્સ્ટ ફેસ વિસ્તારમાં દેખાશે.

કલ્ચરલ ઓર્ગનાઇઝેશન આનંદધારા, ઇન્ડો-સોશિયો વેલફેર ફાઉન્ડેશન અને જેપીનગર કલ્ચરલ એન્ડ વેલફેયર એસોસિએશનના સંયુક્ત તત્વાવધાનમાં આયોજિત થનાર આ દુર્ગાપૂજામાં ભારતીય કળાનું સમાગમ દેશાખે. આ વર્ષે અહીં દુર્ગામાતા પણ રાજસ્થાની વસ્ત્ર ધારણ કરશે.

આ અવસરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. દરરોજ સાંજે જુદા જુદા સ્થળોથી કળાઓનું પ્રદર્શન એક મંચ પર થશે. બેંગલોરમાં લગભગ 4 લાખ બંગાળી છે, જે આ પૂજાને સફળ બનાવવા માટે શહેરના 50 અલગ-અલગ વિસ્તારોથી અત્રે એકત્રિત થશે.

durga pooja

ગયા વર્ષે પહેલી વાર દુર્ગા પૂજાનું આયોજન જેપી નગર ફર્સ્ટ ફેસમાં કરવામાં આવ્યું હતું. પંડાલને ગ્રામીણ બંગાળના રૂપમાં સજાવવામાં આવ્યું અને દુર્ગામાને બંગાળની ગ્રામીણ મહિલાનું રૂપ આપવામાં આવ્યું. ચાર દિવસના આ મહોત્સવમાં શહેરભરના લોકોએ ભાગ લીધો.

English summary
Bangalore, which is home to about 4 lakh Bengalis, is all geared up for the Durga Puja, the biggest festival of the Bengalis. The puja venu bring up this year with Rajasthani traditional art. The Durga idol will be a Rajasthani woman.
 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X