For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ ઓએનજીસી પ્રોજેક્ટ ત્રિપુરાનું કર્યું ઉદઘાટન

|
Google Oneindia Gujarati News

ત્રિપુરા, 1 ડિસેમ્બર: પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસ પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગાલેંડ બાદ ત્રિપુરા પહોંચ્યા. અત્રે તેમણે પલટાનામાં લાગેલા ઓએનજીસી પ્રોજેક્ટને રાજ્યને સમર્પિત કર્યું. ઓએનજીસીના 726.6 મેગાવોટના આ પ્રોજેક્ટના પૂર્વોત્તર રાજ્યો માટે વીજળીની આપૂર્તિ કરશે. આના દ્વારા કેન્દ્ર લગભગ નવ હજાર કરોડ રૂપિયાની રાશિનું રોકાણ કરશે. આ આ ક્ષેત્રમાં લગાવવામાં આવેલ અત્યાર સુધી સૌથી મોટું પ્રોજેક્ટ છે. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે તેઓ અત્રે મળેલા સન્માનથી અભિભૂત છે. આ અવસર પર વડાપ્રધાને જણાવ્યું કે જ્યારે પૂર્વોત્તર રાજ્યોની તરફ ધ્યાન આપવામાં આવે.

tripura
પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું કે ત્રિપુરામાં દુધ ક્રાંતિ દ્વારા આ લક્ષ્યને હાસલ કરી શકાય છે. આ ઉપરાંત પશુપાલન દ્વારા ઓર્ગેનિક ખેતી દ્વારા પણ અત્રે ઉત્પાદનોને બહાર મોકલીને આ રાજ્યનો વિકાસ સંભવ છે. તેમણે જણાવ્યું કે અમે તિરંગાનું સન્માન કરનારા લોકો છીએ. આ તિરંગામાં વાદળી રંગ ભારતમાં જળશક્તિને દર્શાવે છે. તેમણે અત્રે બાંગ્લાદેશના સહયોગથી શરૂ થયેલ પ્રોજેક્ટના માટે ત્યાંના વડાપ્રધાનનો આભાર માન્યો. નોંધનીય છે કે ઓએનજીસી ત્રિપુરા કંપની લિમિટેડમાં બાંગ્લાદેશનો પણ ભાગ છે.

modi
આ પહેલા મોદી નાગાલેંડની રાજધાની કોહિમા પહોંચ્યા હતા. તેમણે અત્રેથી 10 કિલોમીટર દુર હોર્નબિલ મહોત્સવનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને પૂર્વોત્તરવાસીઓનું હૃદય જીતવા માટે ધનની ખૂબ જ વર્ષા કરી. જ્યારે વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્કોલરશિપ યોજનાની પણ જાહેરાત કરી. મોદીએ જણાવ્યું કે નાગાલેંડ યુવા શક્તિનું રાજ્ય છે.

વડાપ્રધાન પૂર્વોત્તર ભારતના લોકોનું હૃદય જીતવાની પૂરજોરમાં પ્રયત્નો કરી રહ્યા છે. કોહિમામાં આદિવાસીઓના પ્રમુખ ઉત્સવના ઉદઘાટન બાદ નરેન્દ્ર મોદીએ ઘણી વાતો કહી. વિસ્તારના વિકાસ પર ભાર આપતા તેમણે જણાવ્યું કે ઊર્જા જીવન રેખા છે. આ ઉપરાંત આ રાજ્યોને રેલલાઇનથી જોડવા માટે 28 હજાર કરોડ રૂપિયા આપવાની પણ વાત કરી.

modi
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે પૂર્વોત્તર રાજ્યોની પાસે પ્રચૂર માત્રામાં પ્રાકૃતિક સંપદા છે. પરંતુ અત્રેની પ્રાકૃતિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ નથી થયો. રેલવે લાઇન અને સ્કોલરશિપ ઉપરાંત વડાપ્રધાને પૂર્વોત્તરમાં સારી એવી 2જી કનેક્ટિવિટી માટે 5 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી, જ્યારે વચન આપ્યું કે દર વર્ષે કેન્દ્ર તરફથી પૂર્વોત્તરના 2000 વિદ્યાર્થીઓ 500 શિક્ષકોને દેશના અન્ય ભાગોની યાત્રા પર મોકલવામાં આવશે. વડાપ્રધાને જણાવ્યું કે આનાથી તેઓ દેશના અન્ય ભાગો અંગે પણ જાણી શકશે.

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને પૂર્વની યૂપીએ સરકાર પર પણ નિશાનો સાધ્યો. વડાપ્રધાને જણાવ્યું કે કોઇ પણ વડાપ્રધાનને 15 કલાકની યાત્રા કરવામાં દસ વર્ષ લાગી ગયા.

English summary
India now has capacity to export power and is ready to sell power to neighbouring Bangladesh, Prime Minister Narendra Modi said on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X