કામની ખબર : બેંક કર્મચારીઓ મંગળવારે જઇ શકે છે હડતાલ પર
મંગળવારે તમામ બેંકોના કર્મચારીઓ હડતાલ પર જઇ શકે છે તો બેંકના કોઇ મહત્વના કામ હોય તો આજે જ કરી લો.
રજા પછી આજે તમામ બેંકો ખુલી છે પણ મંગળવારે બેંકોના બંધ રહેવાની સંભાવના વધુ છે. તો જો તમારે કોઇ બેંકનું કામ બાકી હોય જેમ કે ચેક જમા કરવો કે અન્ય તો આજે જ કરી લો. કારણ કે મંગળવારથી બેંક કર્મચારીઓ હડતાલ પર જવાના છે. નોંધનીય છે કે નોટબંધીના વખતે બેંક કર્મચારીઓ લાંબા સમય સુધી કામ કર્યું છે. જેના પગલે હવે કર્મચારીઓ આ ઓવર ટાઇમ કરવાનું ભથ્થુ માંગી રહ્યા છે. ત્યારે આ માંગણીને સંતોષવા માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ (યૂએફબીયૂ)એ એક દિવસીય હડતાલની જાહેરાત કરી છે.

ઓલ ઇન્ડિયા બેંકના કર્મચારી એસોશિયેશનના મહાસચિવ સી એચ વેંકટાચલમે કહ્યું છે કે તમામ સાર્વજનિક ક્ષેત્રો સાથે જોડાયેલા તમામ બેંકોના અધિકારી, ખાનગી, વિદેશી, ગ્રામીણ અને સહકારી બેંકોના કર્મચારી 28 ફેબ્રુઆરી 2017ના રોજ એક દિવસની હડતાલ પર જશે. નોંધનીય છે કે 24મી ફ્રેબુઆરી શિવરાત્રી, 25મી ફેબ્રુઆરીએ ચોથા શનિવાર અને પછી રવિવારની એમ ત્રણ રજાઓ બાદ આજે બેંક ખુલી છે. તે બાદ હવે મંગળવારે બેંકો એક દિવસ માટે બંધ રહેતો તમારા બેંકિગને લગતા તમામ મહત્વના કામોને આજે જ પતાવી દેજો.












Click it and Unblock the Notifications
