For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો કાશીમાં નૌકા વિહાર કરશે બરાક ઓબામા!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી 22 ડિસેમ્બર: તો શું અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા કાશીના ઘાટોને જોવા માટે આવશે અને અત્રે નૌકાવિહારનો પણ આનંદ માણશે અને એ પણ પવિત્ર ગંગામાં? બની શકે છે કે આવું વાસ્તવમાં બને. જોકે એવા પ્રયત્નો થઇ રહ્યા છે કે ઓબામા પોતાની ભારત યાત્રા દરમિયાન બનારસની મુલાકાત પણ લે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્છા છે કે ઓબામા જ્યારે આવતા મહિને ભારત આવે તો કાશીમાં પણ થોડા સમય માટે આવે. વારાણસી મોદીનું સંસદીય ક્ષેત્ર પણ છે.

barack obama
સંભાવનાઓ પર વિચાર
જાણકારોએ જણાવ્યું કે ભારત-અમેરિકાના શિખર નેતાઓ અને અધિકારી ઓબામાના વારાણસી કાર્યક્રમની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ઓબામા કાશી જઇ શકે છે. જોકે ત્યાં તેમના જવા પર કેટલીંક શંકાઓ પણ છે. સવાલ કરવામાં આવી રહ્યા છે કે કાશીનું હવાઇ મથક ખૂબ જ નાનુ છે. માટે તેમના વિમાનને ત્યાં લેંડ કરાવવું સરળ નથી. કૂલ મળીને ઓબામાની કાશીયાત્રા પર અત્રે મોટો અવરોધ સામે આવી રહ્યો છે.

ચીની રાષ્ટ્રપતિ અમદાવાદમાં
અત્રે નોંધનીય છે કે આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગને અમદાવાદ લઇને આવી ચૂક્યા છે. એટલે કે પોતાના ભારત પ્રવાસ દરમિયાન મોદી પ્રમુખ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને દેશના બીજા અન્ય શહેરોમાં પણ લઇ જવા માગે છે. સૂત્રોનું કહેવું છે કે ઓબામાના કાશી પ્રવાસ પર ટૂંક સમયમાં નિર્ણય થઇ જશે.

English summary
US President Barack Obama likely to visit Kashi too. He is visiting India next month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X