બરાક ઓબામા ઓક્ટોબરમાં અણ્ણા હઝારેને રાલેગણમાં મળશે
પૂના, 6 જૂન : અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ઓક્ટોબર 2013ની તેમની ભારત મુલાકાત દરમિયાન સામાજિક ચળવળકાર અણ્ણા હઝારેને મળવા તેમના ગામ રાલેગણ સિદ્ધિ જાય એવી શક્યતા છે.
વર્તમાન સમયમાં યુનાઇટેડ પાર્સલ સર્વીસ (યુપીએસ) વોશિંગ્ટન ડીસીના સલાહકાર પ્રકાશ શાહે અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાત અંગેના અહેવાલ અંગે સકારાત્મક સંકેતો આપ્યા છે. હઝારેના પર્સનલ આસિસ્ટન્ટ દત્તા અવારીએ જણાવ્યું છે કે શાહે 1 જૂનની મુલાકાતમાં અણ્ણા હઝારેના પુસ્તક 'માય વિલેજ માય પિલિગ્રિમ'ને પોતાની સાથે લઇ ગયા હતા.
આ મુલાકાતની શક્યતા અંગે અમેરિકાએ સત્તાવાર સમર્થન આપ્યું નથી. અવારીનું કહેવું છે કે શાહ છેલ્લા ઘણા મહિનાથી અમારા સંપર્કમાં છે. તેઓ અણ્ણા અંગે માહિતી એકત્ર કરીને અમેરિકન સત્તાવાળીઓને પહોંચાડી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ઓબામા રાલેગણ આવીને અણ્ણાનું કામ જોવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ બરાક ઓબામાએ અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનની સરાહના કરી હતી.












Click it and Unblock the Notifications
