બારામુલા એનકાઉન્ટરઃ જમ્મુ કાશ્મીરમાં સેનાએ 5 આતંકી ઠાર માર્યા

ઉત્તર કાશ્મીરના બારામુલા વિસ્તારમાં સુરક્ષબળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં વધુ એક આતંકી માર્યો ગયો છે. આ એનકાઉન્ટરમાં હવે માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

ઉત્તર કાશ્મીરના બારામુલા વિસ્તારમાં સુરક્ષબળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં વધુ એક આતંકી માર્યો ગયો છે. આ એનકાઉન્ટરમાં હવે માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પાંચ થઈ ગઈ છે. બુધવારે આ એનકાઉન્ટર બારામુલાના રાફિયાબાદમાં થયુ હતુ. રાફિયાબાદમાં સેનાને 5 આતંકવાદીઓ હાજર હોવાની બાતમી મળી હતી. તમને જણાવી દઈએ કે મંગળવારે જમ્મુ કાશ્મીરના બાંદીપોર હેઠળ આવતા ગુરેજ સેક્ટરમાં આઠ આતંકવાદીઓએ ઘૂસણખોરીની કોશિશો કરી હતી. સેના તરફથી આનો જવાબ આપવામાં આવ્યો પરંતુ આમાં મેજર રેંકના એક અધિકારી સહિત ચાર સૈનિકો શહીદ થઈ ગયા હતા. આ એનકાઉન્ટરમા ચાર આતંકી માર્યા ગયા હતા તો ચાર આતંકી ભાગવામાં સફળ થયા હતા.

baramulla

સેનાના પેરા કમાન્ડો પણ શામેલ રહ્યા ઓપરેશનમાં

સેનાની 32 રાષ્ટ્રીય રાઈફલ્સ અને નવ પૈરા કમાન્ડોઝે સોપોર પોલિસ સાથે મળીને રાફિયાબાદના વિસ્તારોમાં ત્રણ દિવસ પહેલા એક સર્ચ ઓપરેશન લોન્ચ કર્યુ હતુ. આ ઓપરેશનને પૂરતા ઈન્ટેલીજન્સ બાદ શરૂ કરવામાં આવ્યુ હતુ જેમાં આતંકીઓના જંગલમાં છૂપાયા હોવાની જાણકારી મળી હતી. આતંકવાદીઓના એક ગ્રુપને બુધવારે આ વિસ્તારમાં જોવામાં આવ્યુ અને ત્યારબાદ સુરક્ષાબળો તરફથી આતંકવાદીઓને પડકારવામાં આવ્યા છે.

એનકાઉન્ટરમાં એક પેરા કમાન્ડો ઘાયલ થયા છે અને તેમને તરત જ એરલિફ્ટ કરકીને શ્રીનગરની બેઝ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ પાંચેય આતંકવાદી ઉરી સેક્ટરના રસ્તે આવ્યા હતા. સોપોરના એસપી જાવેદ ઈકબાલ તરફથી જાણકારી આપવામાં આવી છે કે પોલિસને આ વિસ્તારમાં આતંકી ગતિવિધિઓની જાણકારી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X