For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્જીન અને ડ્રાઇવર વિના 25 કિ.મી સુધી દોડતી રહી ટ્રેન !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જોધપુર, 25 માર્ચ: રેલવે વહિવટી તંત્રની લાપરવાહીના કારણે બાડમેર-ગોવાહાટી એક્સપ્રેસ રવિવારે એન્જીન અને ડ્રાઇવર વિના 25 કિલોમીટર સુધી ટ્રેન દોડી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રેન એક કલાક સુધી એન્જીન વિના દોડતી રહી હતી પરંતુ ઉત્તરલાઇ સ્ટેશન પર ટ્રેક ન બદલવામાં આવ્યો ન હોત તો કાલકા એક્સપ્રેસ સાથે ટકરાઇ જાત. આ ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યાં હતા. એક કલાક બાદ એન્જીન મોકલીને આ ટ્રેનને પાછી બાડમેર લાવવામાં આવી હતી. ઘટનાક્રમની જાણકારી મળતાં સાથે રેલવે બેડામાં અફરા-તફરી મચી જવા પામી હતી. રવિવારે સાંજે જ જોધપુર રેલ મંડળના ઉપરી અધિકારીઓ બાડમેર માટે રવાના થઇ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર બાડમેર યાર્ડના કેરેજ સ્ટાફે માલાની એક્સપ્રેસ નિકળ્યા બાદ સાંજે 8:45 વાગે યાર્ડમાં ઉભેલી ગોવાહારી એક્સપ્રેસ (ગાડી નંબર 15631)ને એન્જીન વિના રિલિજ કરી દિધી હતી. ઉંચાઇ પર આવેલા યાર્ડમાંથી ટ્રેન એન્જીન વિના 40 થી 50 (પ્રતિ કલાક) ગતિએ ટ્રેન દોડી પડી હતી.

train

ટ્રેન એન્જીન વિના દોડવા લાગી હોવાના સમાચાર રેલવે તંત્રને મળતાં અફરા-તફરી મચી ગઇ હતી અને બાડમેર સ્ટેશનથી ઉત્તરીલાઇન સ્ટેશન પર તેની જાણ કરી દેવામાં આવી હતી. બીજી તરફ ઉત્તરીલાઇન પર પહોંચેલી હરિદ્રાર-બાડમેરને મુખ્ય લાઇન પર ઉભી રાખી ટ્રેક બદલી દેવામાં આવ્યો હતો. થોડી મિનિટ બાદ ગોવાહાટી ટ્રેન ત્યાં પસાર થઇ અને કવાસ સ્ટેશન તરફ આગળ વધવા લાગી. જો ઉત્તરીલાઇન સ્ટેશન સમયસર કાલકા ટ્રેનને રોકી ટ્રેક બદલવામાં ન આવતો તો હજારો મુસાફરોના જીવ જોખમમાં મુકાઇ જાત. ત્યારબાદ એન્જીન મોકલીને ગોવાહાટી એક્સપ્રેસને પાછી બાડમેર સ્ટેશન પર લાવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ બાડમેર યાર્ડમાં લાંબા સમયથી શંટર કર્મચારી કમી વર્તાઇ રહી છે. લગભગ એક વર્ષ પહેલાં બાડમેર યાર્ડમાં ત્રણ શંટર હતા, પરંતુ ગત વર્ષે એક શંટરે વીઆરએસ લઇ લીધું છે. ત્યારે હવે માત્ર બે શંટર બચ્યા છે. તેમાંથી એક શંટર લગભગ 14 કલાક ફરજ બજાવે છે.

English summary
Barmer-Guwahati Express runs 25 km without driver.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X