For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BATAએ ગ્રાહક પાસે માંગ્યા થેલીના 3 રૂપિયા, કંપનીએ સામે ચૂકવવા પડ્યા 9000

BATAએ ગ્રાહક પાસે માંગ્યા થેલીના 3 રૂપિયા, કંપનીએ સામે ચૂકવવા પડ્યા 9000

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ફુટવેર કંપની બાટા ઈન્ડિયા લિમિટેડને સેવામાં કમી બદલ 9000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે એક ગ્રાહકની ફરિયાદ પર કન્ઝ્યૂમર ફોરમે આ ફેસલો સંભળાવ્યો છે. આ મામલે કેી બેગ માટે ગ્રાહક પાસેથી ત્રણ રૂપિયા માંગવા પર શરૂ થયો, ત્યારે થેલીના પૈસા લેવા ગયેલ બાટાએ ખુદ દંડ ચૂકવવો પડ્યો.

બાટાને 3 રૂપિયા પડ્યા મોંઘા

બાટાને 3 રૂપિયા પડ્યા મોંઘા

ચંદીગઢના રહેવાસી દિનેશ પ્રસાદ રતૂડીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે 5 ફેબ્રુઆરીએ જૂતાં ખરીદવા હું સેક્ટર 22ડીના બાટાના સ્ટોર પર ગયો. પેપર બેગના ચાર્જ સહિત મારી પાસેથી 402 રૂપિયા લેવામા આવ્યા. બેગ પર પોતાની બ્રાન્ડનો પ્રચાર કર્યો હોવા છતા પૈસા લેવા ખોટા છે. કન્ઝ્યૂમર ફેરમે ન માત્ર રતૂડીને 3 રૂપિયાનું રિફન્ડ અપાવ્યું બલકે સેવામાં કમી માટે બાટા પર 9000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો જે ગ્રાહકને આપવામાં આવ્યા.

પર્યાવરણની એટલી ચિંતા તો ફ્રી બેગ આપો

પર્યાવરણની એટલી ચિંતા તો ફ્રી બેગ આપો

કન્ઝ્યૂમર ફોરમે બાટાને સ્પષ્ટ કહી દીધું કે હવેથી તમારા ગ્રાહકોને ફ્રી બેગ આપો. ફોરમ વને કહ્યું કે જોવા મળે છે કે કંપનીઓ પર્યાવરણની ચિંતા જતાવતાં પેપર બેગ રાખે છે. જો તમને પર્યાવરણની એટલી જ ચિંતા છે તો ફ્રી બેગ આપો. આ બેગ એનવાયરમેન્ટ ફ્રેન્ડલી હોવી જોઈએ.

3 રૂપિયા માટે બાટા પર લાગ્યા આ વિવિધ દંડ

3 રૂપિયા માટે બાટા પર લાગ્યા આ વિવિધ દંડ

ફરિયાદ બાદ બાટા પર કેસ માટે 1000 રૂપિયાનો ચાર્જ લાગ્યો. કસ્ટમરને માનસિક તણાવ આપવા બદલ 3000 રૂપિયાનો દંડ લાગ્યો. અજ્યારે 5000 રૂપિયા રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગના કાનૂની સહાયતા ખાતામાં જમા કરાવવા નિર્દેશ આપવામાં આવ્યો.

કોંગ્રેસથી મળેલી ઈજ્જત, પ્રેમ અને તાકાત પચાવી ના શક્યા અલ્પેશ ઠાકોર: હાર્દિક પટેલ કોંગ્રેસથી મળેલી ઈજ્જત, પ્રેમ અને તાકાત પચાવી ના શક્યા અલ્પેશ ઠાકોર: હાર્દિક પટેલ

English summary
bata is fined 9000 rupee for asking customer for 3 rupee for bag
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X