યુપીમાં ચામાચીડિયાના મોત પાછળ શું છે કારણ, રિપોર્ટમાં થયો ખુલાસો

ગોરખપુરમાં બે દિવસ પહેલા ડઝનેકની સંખ્યામાં ચામાચીડિયાઓના મોત થયા હતા. આને કોરોના વાયરસથી જોડીને જોવા લાગ્યા હતા.

પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં થઈ રહેલ ચામાચીડિયાઓના મોતથી ડરવાની જરૂર નથી. વાસ્તવમાં ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન, બરેલી તરફથી ચામાચીડિયાઓના મોતને કોરોના વાયરસ સાથે કોઈ સંબંધ હોવાનો ઈનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ગોરખપુરમાં બે દિવસ પહેલા ડઝનેકની સંખ્યામાં ચામાચીડિયાઓના મોત થયા હતા. આને કોરોના વાયરસથી જોડીને જોવા લાગ્યા હતા. ચામાચીડિયાના પોસ્ટમોર્ટમથી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આના પાછળ કોરોના વાયરસ કારણ નથી.

ચામાચીડિયામાં નથી મળ્યો કોરોના વાયરસ

ચામાચીડિયામાં નથી મળ્યો કોરોના વાયરસ

ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન, બરેલીના નિર્દેશક ડૉ. આરકે સિંહના જણાવ્યા મુજબ ચામાચીડિયાના મોત પાછળ કોરોના વાયરસ કારણ નથી. ચામાચીડિયોના પોસ્ટમોર્ટનથી આનો ખુલાસો થઈ ગયો છે. ચામાચીડિયામાં કોરોના વાયરસ નથી મળી આવ્યો. તેમણે જણાવ્યુ છે કે રેબીઝની પણ તપાસ કરવામાં આવી છે પરંતુ પોસ્ટમોર્ટમમાં મોત પાછળ ન તો કોરોના વાયસ અને ના રેબીઝ કારણ જોવા મળ્યુ છે. ડૉ. સિંહના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમથી સ્પષ્ટ થઈ ગયુ છે કે ચામાચીડિયાના મોત બ્રેન હેમરેજના કારણે થયેલ છે. ભીષણ ગરમીના કારણે થયા છે.

બ્રેઈન હેમરેજ થવાથી ચામાચીડિયાના મોત

બ્રેઈન હેમરેજ થવાથી ચામાચીડિયાના મોત

પૂર્વાંચલમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ પાસે પહોંચી ગયુ હતુ. એવામાં ગરમીના કારણે બ્રેઈ હેમરેડ થવાથી ચામાચીડિયાના મોત થયા હશે. ડૉ. સિંહે જણાવ્યુ કે વધુ તપાસ ચાલુ છે. તેમણે એ પણ જણાવ્યુ કે ચામાચીડિયાની ઈમ્યુનિટી એટલી વધુ નથી હોતી કે તેમણે કોઈ પેથોજન(વાયરસ કે બેક્ટેરિયા) મારી નથી શકતો. આ વાયરસ કે બેક્ટેરિયાના કરિયર ભલે થઈ શકે છે પરંતુ તેમની ખુદ ચામાચીડિયા પર કોઈ અસર થતી નથી.

બલિયાથી પણ મોકલવામાં આવ્યા સેમ્પલ

બલિયાથી પણ મોકલવામાં આવ્યા સેમ્પલ

ગોરખપુર ઉપરાંત બલિયા અને તેની આસપાસના જિલ્લાઓમાંથી પણ ચામાચીડિયાના મરવાના સમાચાર હતા. અહીંથી પણ પાંચ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગોરખપુરના એક બગીચામાં ડઝનેક ચામાચીડિયાના શબ મળી આવ્યા હતા. ત્યારબાદ બલિયા અને જૌનપુરથી પણ ચામાચીડિયાના મોતના સમાચાર આવ્યા. અચાનકથી ચામાચીડિયાના મરનારની ઘટનાઓથી લોકોમાં ડરનો માહોલ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X