સુનીતાએ ડાયરીમાં લખ્યું- 'બહુ ગંદી છે એ છોકરી, મારું ઘર બરબાદ કરી નાખ્યું'

'એ છોકરી બહુ ગંદી છે, મારું ઘર બરબાદ કરી નાખ્યું'

નવી દિલ્હીઃ દિલ્હીના બવાન વિસ્તારમાં મહિલા શિક્ષિકા સુનીતાની હત્યાનું ષડયંત્ર રચવાના મામલામાં સુનીતાના પતિ અને મોડેલ એન્જલ ગુપ્તાની ધરપકડ બાદ હવે પોલીસ હત્યાને અંજામ આપનાર સુપાી કિલરની લાશમાં લાગી ગઈ છે. આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોની ધપકડ થઈ ચૂકી છે, જ્યારે બે આરોપીઓ ફરાર છે. મૃતક સુનીતાના પિ મંજી અને એની પ્રેમિકા એંજલ ગુપ્તા ઉપરાંત પોલીસે મોડેલના પિતા અને એનો ડ્રાઈવર દીકપને પણ દબોચી લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલામાં પોલીસને સુનીતાની ડાયરીથી મહત્વના સબુત મળ્યા છે, જેમાંથી ચોંકાવનારી વાત સામે આવી છે.

સુનીતાએ ડાયરીમાં શું લખ્યું છે?

સુનીતાએ ડાયરીમાં શું લખ્યું છે?

જણાવી દઈએ કે મૃતક સુનીતાને ડાયરી લખવાની આદત હતી, જેમાં તે પોતાની દિનચર્યા લખતી હતી. સૂત્રો મુજબ પોલીસને સુનીતાની ડાયરીમાં એક પેજ પર લખેલ મળ્યું છે કે 'તે છોકરી બહુ ગંદી છે, એણે મારું ઘર બરબાદ કરી નાખ્યું. મારો પતિ મારું બિલકુલ નથી સાંભળતો. દર વખતે બસ મને તલાક આપવાની જ વાત લઈને બેઠા હોય છે. હવે તો હદ જ થઈ ગઈ, હવે તે મને હત્યા કરાવવાની ધમકી સુદ્ધાં દેવા લાગ્યા છે.' ડાયરીમાં લખેલ આ વાતથી પોલીસને જાણવા મળ્યું કે સુનીતાને તેની હત્યાની આશંકા પહેલેથી જ હતી.

10 લાખમાં સુપારી આપવામાં આવી

10 લાખમાં સુપારી આપવામાં આવી

પોલીસ મુજબ અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે મંજીત અને તેની પ્રેમિકા એન્જલ ગુપ્તાએ પહેલેથી જ સુનીતાની હત્યાની યોજના બનાવી રાખી હતી. આ મામલામાં ધરપકડ કરાયેલ ચોથા આરોપી દીપકએ જ સુનીતાની હત્યાની સુપારી લઈને મેરઠથી ભાડાના ગુંડાઓને બોલાવી આવ્યો હતો. સુનીતાની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલરે 18 લાખ રૂપિયાની માગણી કરી હતી પરંતુ 10 લાખમાં ડીલ ફાઈનલ થઈ હતી. પોલીસનું કહેવું છે કે હત્યાના દિવસે દીપક હત્યારાઓની સાથે ઘટના સ્થળે હાજર હતો અને તેણે જ સુનીતાની ઓળખ કરાવી હતી.

મંજીત અને એન્જલ ગુપ્તા લગ્ન કરવા માગતા હતા

મંજીત અને એન્જલ ગુપ્તા લગ્ન કરવા માગતા હતા

પોલીસ બંને સુપારી કિલરને શોધવામાં લાગી ગઈ છે. અગાઉ ગુરુવારે જ પોલીસે આ મામલામાં સુનીતાના પતિ મંજીતની પ્રેમિકા અને મોડેલ એન્જલ ગુપ્તાની ધપકડ કરી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મંજીત અને એન્જલ ગુપ્તા પાછલા બે વર્ષથી રિલેશનમાં હતા. બંને લગ્ન કરવા માગતા હતા અને માટે મંજીત પોતાની પત્ની સુનીતા પર તલાક લેવાનું દબાણ કરી રહ્યો હતો. સુનીતાને વર્ષ 2016માં આ બંનેના સંબંધ વિશે ખબર પડી હતી અને બાદમાં બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો.

કોણ છે એન્જલ ગુપ્તા

કોણ છે એન્જલ ગુપ્તા

જણાવી દઈએ કે એન્જલ ગુપ્તા એક મોડેલ છે, જે બૉલીવુડમાં કેટલાય આઈટમ સોન્ગ પણ કરી ચૂકી છે. એન્જલ ગુપ્તાએ પોતાની એક વેબસાઈટ પણ બનાવી હતી, જેના પર તેણે પોતાના લેટેસ્ટ ફોટો, ઈવેન્ટ અને બાકીની જાણકારી પણ અપલોડ કરી હતી. પોલીસ મુજબ મોડેલ એન્જલ ગુપ્તાના સુનીતાના પતિ મંજીત સાથે આડા સંબંધ હતા. જેને પગલે સુનીતાની હત્યા કરાવી નાખી. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X