BBC Documentary પર પ્રતિબંધ સામેની અરજી પર 6 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
બીબીસીની ડૉક્યુમેન્ટ્રી પર કેન્દ્ર સરકારે લગાવેલા પ્રતિબંધના વિરોધમાં કરેલી અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર છે.
BBC Documentary: બીબીસીની વિવાદોમાં ફસાયેલી ડૉક્યુમેન્ટ્રી પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. જેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી માટે તૈયાર છે. 6 ફેબ્રુઆરીના રોજ આ જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. એડવોકેટ એમએલ શર્માએ આ મામલાની વહેલી સુનાવણીની માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આ અરજી પર સુનાવણી કરશે. એડવોકેટ એમએલ શર્માએ બીબીસી ડૉક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમનુ કહેવુ છે કે આ પ્રતિબંધ દુર્ભાવનાપૂર્ણ, મનસ્વી અને ગેરબંધારણીય છે. એડવોકેટ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અપીલ કરી છે કે બીબીસી ડ\ક્યુમેન્ટરીના બંને ભાગ જોવા અને તેની તપાસ કરવામાં આવે.
અરજીમાં એડવોકેટ શર્માએ કહ્યુ હતુ કે 2002ના રમખાણોમાં જેમની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર હતા તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ સાથે અરજીમાં કહેવામાં આવ્યુ છે કે આ ડ\ક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ એ બંધારણની કલમ 19નુ ઉલ્લંઘન છે. લોકોને આ ડ\ક્યુમેન્ટરી જોવાનો અધિકાર છે. આ લોકોનો મૂળભૂત અધિકાર છે જેને સરકારે રોકવાનો પ્રયાસ કર્યો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
