ફેસબુક પર પોતાના ફોટા અપલોડ કરનારાઓ સાવધાન, ખાસ કરીને યુવતીઓ!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: જો આપ ફેસબુક એકાઉન્ટ ધરાવો છો અને આપને આપના એકાઉન્ટમાં આપની તસવીરો અપલોડ કરવાનો ખૂબ જ શોખ હોય તો તમારે સાવધાન થઇ જવાની જરૂર છે, ખાસ કરીને યુવતીઓએ સાવચેતી રાખવાની જરૂર છે. આ ઘટના દિલ્હીના આદર્શ નગર વિસ્તારની છે જ્યા એક સગીર વયની યુવતીએ પોતાની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરવી ભારે પડી ગઇ. આ યુવતીએ પોતાની કેટલીક તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી. પરંતુ થોડા દિવસો બાદ આ યુવતીને તેની તસવીરો અશ્લિલ મળી આવી હતી.

ખરેખર આ સગીરાના પાડોશમાં રહેનાર યુવકે અદાવતમાં આ યુવતીની તસવીરોને મોર્ફિંગ કરીને અશ્લિલ તસવીરોમાં રૂપાંતરિત કરી દીધી અને પછી એક યુવતીના નામે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું. ત્યારબાદ તે નકલી ફેસબુક એકાઉન્ટ થકી તેણે યુવતીના તમામ મિત્રો અને સંબંધીઓને તેની નકલી અશ્લિલ તસવીરો મોકલી દીધી.

facebook
યુવતીને આ અંગેની માહિતી તેના મિત્રો પાસેથી મળી. જાણકારી મળતા જ તેણે આદર્શ નગર પોલીસ સ્ટેશન આ બાબતે ફરિયાદ નોંધાવી. પોલીસે મામલાની તપાસ કરી તો માલૂમ પડ્યું કે આ કૃત્ય બીજા કોઇનું નહીં પરંતુ યુવતીના બાજુમાં રહેનારા રોહિત નામના એક યુવક દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે રોહિતને પોતાની કસ્ટડીમાં લઇ લીધો છે.

અત્રે નોંધનીય છે કે રોહિત નામનો આ યુવક બી.એ.ફર્સ્ટ યરનો વિદ્યાર્થી છે. પોલીસે રોહિત પર પોક્સો અને આઇટી એક્ટ જેવા સંગીન ધારાઓ હેઠળ કેસ ફાઇલ કરીને તેને તિહાડ જેલમાં મોકલી દીધો છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

English summary
Be careful while uploading your photographs on Facebook, specially girls.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.