For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : બીયાસ કરુણાંતિકામાં VNR એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓના તણાઇ જવાના હ્રદયદ્રાવક દ્રશ્યો

|
Google Oneindia Gujarati News

શિમલા, 11 જૂન : હિમાચલ પ્રદેશની બીયાસ નદીમાં હૈદરાબાદની વીએનઆર એન્જીનિયરિંગ કોલેજના 24 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના તણાઇ જવાની કરુણ ઘટનાનો દ્રદયદ્રાવક વીડિયો બહાર આવ્યો છે.

આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વિદ્યાર્થીઓ કેવી રીતે નદીના તોફાની પ્રવાહમાં તણાઇ જાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે બીયાસ નદીમાં અચાનક પાણીનું સ્તર કેવી રીતે વધી ગયું હતું. નોંધનીય છે કે અચાનક આવેલા પૂરમાં 24માંથી પાંચ વિદ્યાર્થીઓના મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે બાકીના 19 વિદ્યાર્થીઓની હજી સુધી ભાળ મળી શકી નથી. તેમની શોધખોળ ચાલી રહી છે.

લારજી હાયડ્રોપાવર પ્રોજેક્ટમાં અચાનક પાણી છોડવામાં આવતા પાણીના તેજ પ્રવાહમાં તણાઇ ગયા હતા અને બચાવ માટે જે ચીસો પાડી રહ્યા હતા તે સ્પષ્ટ સાંભળી શકાય છે.તેઓ પોતાના જીવ બચાવવા માટે બિલકુલ અસહાય હતા. નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે માત્ર 31 સેકન્ડમાં જ 25 જીંદગીઓ તણાઇ ગઇ હતી. તણાઇ જનારામાં 24 વિદ્યાર્થીઓ અને એક ગાઇડ હતો.

કહેવામાં આવે છે કે આ વીડિયો બીયાસ નદીના કિનારે રહેતા એક રહેવાસીએ ઉતાર્યો છે. તે એક દુકાનદાર છે. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને ચેતવ્યા પણ હતા. તેઓ દૂર હોવાથી વિદ્યાર્થીઓ સુધી અવાજ પહોંચી શક્યો ન હતો.

નીચેની સ્લાઇડમાં જોતા જાવ વિદ્યાર્થીઓની અંતિમ તસવીરો, તણાઇ ગયેલા વિદ્યાર્થીઓ અને છેલ્લે જુઓ તણાઇ ગયેલા વિદ્યાર્થીઓનો વિડિયો...

વિદ્યાર્થીઓની કમનસીબી

વિદ્યાર્થીઓની કમનસીબી

વિદ્યાર્થીઓ તણાઇ ગયા બાદ રેસ્ક્યૂ ટીમે શરૂ કરેલી શોધખોળ

 વિદ્યાર્થિનીઓનું જૂથ

વિદ્યાર્થિનીઓનું જૂથ

વિદ્યાર્થિનીઓના ગ્રુપે ખેંચેલી અંતિમ ગ્રુપ તસવીર

કમનસીબ વિદ્યાર્થીઓ

કમનસીબ વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓનો અંતિમ ગ્રુપ ફોટો

મીઠી યાદોને લાગી નજર

મીઠી યાદોને લાગી નજર

પર્યટનમાં ગયેલા વિદ્યાર્થીઓ ખુશખુશાલ હતા

આ તે કેવી યાદગીરી!!!

આ તે કેવી યાદગીરી!!!

આવી રીતે ખેંચાવી હતી નદી કિનારે તસવીરો...

કોલેજ ગેટ

કોલેજ ગેટ

આ છે એ કોલેજ જ્યાંથી વિદ્યાર્થીઓ ફરવા આવ્યા હતા

અકુલા વિજેથા

અકુલા વિજેથા

અકુલા વિજેથાનો મૃતદેહ મળી આવ્યો છે

બનોથ રામબાબુ

બનોથ રામબાબુ

બનેથ રામબાબુનો મૃતદેહ મળી આવ્યો છે

ગંપાલા ઐશ્વર્યા

ગંપાલા ઐશ્વર્યા

ગંપાલા ઐશ્વર્યાનો મૃતદેહ મળી આવ્યો છે

લક્ષ્મી ગાયત્રી

લક્ષ્મી ગાયત્રી

લક્ષ્મી ગાયત્રીનો મૃતદેહ મળી આવ્યો છે...

આ છે દ્રદય દ્રાવક વીડિયો


વીડિયોમાં જોઇ શકાય છે કે બીયાસ નદીમાં અચાનક પાણીનું સ્તર કેવી રીતે વધી ગયું હતું. નોંધનીય છે કે અચાનક આવેલા પૂરમાં 24માંથી પાંચ વિદ્યાર્થીઓના મૃતદેહો મળી આવ્યા હતા.

English summary
About 60 students and faculty members of the V.N.R. Vignana Jyothi Institute of Engineering and Technology in Hyderabad were on an excursion to Manali and 25 persons were washed away in flash floods following sudden release of water from reservoir of Larji hydropower project near Thalot on Sunday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X