બીરભૂમ ગેંગરેપ: મમતા સરકારને સુપ્રીમ કોર્ટની નોટીસ, 31 સુધી જવાબ આપવા આદેશ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સિંહભૂમ જિલ્લામાં 13 ગ્રામીણો દ્વારા એક આદિવાસી યુવતી પર સામુહિક બળાત્કાર કરવાની ઘટના સામે આવી છે જેની પર સંજ્ઞાન લઇને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે.

મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમની અધ્યક્ષતામાં ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ એમ.વાઇ ઇકબાલની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે સુનાવણી કરતા આશ્ચર્ય વ્યક્ત કર્યું અને ખંડપીઠે પશ્ચિમ બંગાળના ભીરભૂમ જિલ્લા ન્યાયાધીશને નિર્દેશ કર્યો છે કે તેઓ ઘટનાસ્થળનું નિરિક્ષણ કરે અને એક અઠવાડીયાની અંદર કોર્ટમાં રિપોર્ટ દાખલ કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે 20 વર્ષીય યુવતી પર સામુહિક બળાત્કારની ઘટના લાભપૂર ગામમાં આયોજીત પંચાયતમાં ગ્રામ પ્રધાનના કથિત આદેશ પર બની. પંચાયતે યુવતીના સંબંધો બીજી કોમના યુવક સાથે હોવાનું જાણતા આ અંગેનું ફરમાન જારી કર્યુ હતું. 'સાલિશી સભા'(પંચાયત) બાદ 21 જાન્યુઆરીના રોજ યુવતી પર 13 લોકોએ બળાત્કાર ગુજાર્યો. આ આદિવાસી યુવતી સુરીના એક હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઇ રહી છે. પીડિતા અને તેમના પરિવારના સભ્યોએ પોલીસને આપેલી પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ કૃત્ય આચરવામાં યુવતીની પિતાની ઉંમરના લોકો પણ સામેલ હતા.

mamata benerjee
જોકે યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવનાર યુવકની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસસૂત્રોના કહેવા પ્રમાણે આ યુવતી અને તેના પ્રેમીને પહેલા પકડવામાં આવ્યા અને તેમને ઝાડ સાથે બાંધીને ફટકારવામાં આવ્યા. ત્યારબાદ તેમની પાસેથી 50 હજારનો દંડ ભરવા કહેવામાં આવ્યું. જોકે પીડિતાના પરિવારે દંડ ભરવામાં અસમર્થતા દર્શાવતા તેની પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો.

મામલામાં ગ્રામ પ્રધાન (જેને પ્રદેશમાં 'મોરોલ' કહેવામાં આવે છે) સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બળાત્કાર કથિત રીતે મોરોલના ઘરમાં થયો, ધરપકડ બાદ તમામ 13 આરોપીઓને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.

English summary
West Bengal gang rape: SC says disturbing news, issues notice to state government.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.