
અભિનેત્રીને કોલ ગર્લ ગણાવી રેલવે સ્ટેશન પર પોસ્ટર લગાવી દીધા
બંગાળી અભિનેત્રી બ્રિષ્ટી રોયને કોલ ગર્લ જણાવીને તેના ફોટા અને ફોન નંબર લખેલા પોસ્ટર રેલ્વે સ્ટેશનો પર મુકવામાં આવ્યા હતા. અભિનેત્રીના ફોન પર સતત કોલ આવવા લાગ્યા અને લોકોએ તેની સાથે 'સર્વિસ' વિશે ગંદી વાતો કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે બાદ સોનપુર પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

શરૂઆતમાં ફેક કોલ સમજ્યો
બ્રિષ્ટી રોયના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી તેમને સતત બંગાળથી ફોન આવી રહ્યા હતા. તેને એસ્કોર્ટ સર્વિસ અંગેના પ્રશ્નો પૂછવામાં આવતા હતા. શરૂઆતમાં તેણે વિચાર્યું કે તેને ફેક કોલ આવી રહ્યા હશે. જ્યારે આ કોલ્સ વધવા માંડ્યા, ત્યારે તેને તેની હકીકત જાણવા માંગી. આનાથી તેને ખબર પડી કે છેલ્લા 10 દિવસથી કોલકાતા રેલ્વે સ્ટેશન પર આવા પોસ્ટરો મૂકવામાં આવ્યા હતા, જેમાં રોયનું નામ, ફોટો અને મોબાઈલ નંબર આપવામાં આવ્યા હતા.

પોસ્ટરમાં કહેવામાં આવ્યું કે રાત્રે કોલ કરો
રેલ્વે કોચ અને સ્ટેશનો પર મુકાયેલા એક્ટ્રેસ રોયના ફોટો અને નંબરવાળા પોસ્ટરમાં લખ્યું છે કે એકલા લોકો રાત્રે આ નંબર પર ફોન કરે છે. ફોન કરનાર લોકો 10,000 થી 20,000 રૂપિયા કમાઇ શકે છે. પોલીસે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.

લોકો પૂછી રહ્યા છે કે કેવી રીતે સર્વિસ આપીશ
'સુબનાલતા' અને 'ભૂમિકન્યા' જેવી બંગાળી ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી બ્રિષ્ટી રોયે કહ્યું છે કે તેને ગંદા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. ફોન કરનારાઓ મને પૂછે છે કે હું કેવા પ્રકારની સર્વિસ આપીશ. હું તેમના ઘરે જઈને સર્વિસ આપીશ કે પછી તેમને મારી પાસે આવવું પડશે. અભિનેત્રીએ કહ્યું હતું કે મેં ફોન નંબર બદલવાનો વિચાર કર્યો છે, પરંતુ હવે તે થઇ શકશે નહીં કારણ કે પોલીસ તપાસ ચાલુ છે. તે જ સમયે, કોલ આવવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. જેના કારણે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: 'ઉંમર' વિશેની આ વાત પર ટ્રોલ થઈ પ્રિયંકા ચોપડા તો નિક જોનસે આપ્યો જોરદાર જવાબ