ફિલ્મમાં મમતા બેનર્જીનો ઉડાવાયો મજાક, રિલીઝ પર રોક

કોલકતા, 25 ફેબ્રુઆરીઃ સેંસર બોર્ડે બાંગ્લા ભાષાની એક ફિલ્મને પોતાની અનુમતિ આપવાનો ઇન્કાર કર્યો છે, કારણ કે આ ફિલ્મમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શપથ ગ્રહણ સમારોહ અને સિંગૂર આંદોલનનો મજાક ઉડાડવામાં આવ્યો છે. સિંગૂર આંદોલનના કારણે જ રાજ્યમાંથી ટાટાને બહાર જવું પડ્યું હતું. વિદ્રોહી ટીએમસી સાંસદ કબીર સુમન અભિનીત ફિલ્મ કાંગાલ માલાસાત(ગરીબોનો યુદ્ધઘોષ)નું નિર્દેશન સુમન મુખોપધ્યાયે કર્યું છે. ફિલ્મ પ્રખ્યાત સાહિત્યકાર મહાશ્વેતા દેવીના પુત્ર નવારુન ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવેલા પુસ્તક પર આધારિત છે.

mamata-banerjee
કેન્દ્રિય ફિલ્મ નિર્માણ બોર્ડે નિર્માતાને પત્ર જારી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે સમ્માનિત મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહને દર્શાવવામાં આવ્યું છે કે એવું માલુમ પડ્યું છે કે ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે અને પછી તેને રજૂ કરવામાં આવી છે. આ પહેલાં પશ્ચિમ બંગાળના ઘણા આમ આદમી આહત થઇ શકે છે અને હિંસા ફેલાઇ શકે છે.

ફિલ્મમાં એક વ્યક્તિને શપથ ગ્રહણ સમારોહને અવેહલના સાથે જોતો દર્શાવવામાં આવ્યો છે. તેમાં કબીર સુમનનું એક વિવાદાસ્પદ દૃશ્ય પણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં તે બંગાળીમાં કહે છે કે ટાટાને લજ્જિત થવું પડ્યું, હવે ઘણી સારી સમિતિઓ છે, તે લંડનને કોલકતામાં બદલી કરી રહ્યાં છે. પત્રમાં કહેવામાં આવ્યું છે ફિલ્મમાં ટાટા કંપનીની રવાનગી અંગે જે કંઇ કહેવામાં આવ્યું, તેનાથી એવું પ્રતિત થાય છે કે તેનાથી સમાજના એક મહત્વપૂર્ણ આંદોલનની છબી ખરાબ કરવુ અથવા ઓછામાં ઓછું તેને નીચે દર્શાવતા બતાવવામાં આવ્યું છે.

પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પૂર્વ સોવિયત સંઘના શાસક સ્ટાલિનને ફિલ્મમાં બેજવાબદાર રીતે રજૂ કરવામા આવ્યું છે અને તેમના અંગે જે આકરું નિવેદન આપવામાં આવ્યું છે, તેનાથી તેમના ઘણા સમર્થકોની ભાવનાઓ આહત થઇ શકે છે, તથા તેને સાર્વજનિક રીતે પ્રદર્શિત કરવામાં અશાંતિ ફેલાઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X