'ઈસ્લામ અપનાવો અથવા મરી જાઓ, અલ્લાહુ અકબર', બેંગલુરુની 48 પ્રાઈવેટ સ્કૂલોમાં મુજાહિદ્દીન જૂથના ઈમેલથી ખળભળાટ
Bengaluru School Bomb Threat: બેંગલુરુની 48 ખાનગી શાળાઓમાં ઈ-મેઈલથી ગભરાટ ફેલાયો છે. પોતાને મુજાહિદ્દીન ગણાવતા જૂથ દ્વારા કથિત રીતે મોકલવામાં આવેલ ખલેલજનક ઇમેઇલમાં કહેવામાં આવ્યુ છે કે ઇસ્લામ અપનાવો અથવા મરી જાઓ.
ધમકીભર્યા મેલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઇસ્લામ સ્વીકારો અથવા ઇસ્લામની તલવારના વજન હેઠળ મરી જાઓ. ધમકીભર્યા મેલના અંતમાં અલ્લાહુ અકબર લખવામાં આવ્યું હતું. આ મેઈલથી શાળાઓ અને પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ ધમકીભર્યા મેઇલ ID [email protected] પરથી મોકલવામાં આવ્યા છે. આ અજ્ઞાત ઈમેલથી શહેરમાં તણાવ વધી ગયો છે. બીજી તરફ આ મેઈલથી વિદ્યાર્થીઓના વાલીઓમાં ગભરાટ ફેલાયો છે. જેના કારણે શાળાઓની બહાર મોટી સંખ્યામાં વાલીઓનો મેળાવડો જોવા મળ્યો હતો. દરેક જણ તેમના બાળકોને ઘરે લઈ જવા માટે શાળાના દરવાજા પર એકઠા થયા હતા.
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું, "અમે ઈમેલના સ્ત્રોતની ચકાસણી કરી રહ્યા છીએ. અમે તેને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મેં પોલીસને પ્રાથમિકતાના આધારે તેની તપાસ કરવા માટે જાણ કરી છે."
શિવકુમારે વાલીઓને ચિંતા ન કરવાની અપીલ કરી અને કહ્યું કે તેમના બાળકો સુરક્ષિત રહેશે. તેમણે કહ્યું કે કેટલાક તોફાની લોકોએ આ કર્યું હશે. અમે તેમને 24 કલાકમાં પકડી લઈશું. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સક્રિય છે, તેઓ તેમનું કામ કરી રહ્યા છે. આપણે પણ સજાગ રહેવું જોઈએ અને બેદરકાર ન રહેવું જોઈએ.












Click it and Unblock the Notifications
