બેંગ્લોર: 20 વિધાર્થીઓ સામે પ્રિન્સિપાલની મારી મારીને હત્યા

બેંગ્લોરમાં એક પ્રાઇવેટ સ્કૂલના પ્રિન્સિપાલની નિર્દયતાપૂર્વક હત્યાનો સનસની ફેલાવે તેવો મામલો સામે આવ્યો છે.

બેંગ્લોરમાં એક પ્રાઇવેટ સ્કૂલના પ્રિન્સિપાલની નિર્દયતાપૂર્વક હત્યાનો સનસની ફેલાવે તેવો મામલો સામે આવ્યો છે. અહીં 20 વિધાર્થીઓ સામે સ્કૂલ પ્રિન્સિપાલની 6 લોકોએ ભેગા મળીને હત્યા કરી નાખી છે. પોલીસે જણાવ્યું કે રવિવારે જે સમયે સ્કૂલ પ્રિન્સિપાલ આ વિધાર્થીઓની સ્પેશ્યલ ક્લાસ લઇ રહ્યા હતા તે દરમિયાન 6 લોકોએ આ વિધાર્થીઓની સામે જ પ્રિન્સિપાલની મારી મારીને હત્યા કરી નાખી. મળતી જાણકારી અનુસાર આ પ્રિન્સિપાલનું નામ રંગનાથ હતું, જે હવનપુર પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા.

School principal killed

પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર પ્રિન્સિપાલ ધોરણ 10ના વિધાર્થીને ભણાવી રહ્યા હતા તે સમયે ક્લાસમાં 6 બદમાશો ઘુસી આવ્યા અને તેમને પ્રિન્સિપાલની પીટાઈ કરવાની શરુ કરી દીધી. ઘટનાને અંઝામ આપીને આરોપીઓ કારમાં ભાગી ગયા. ઘટના પછી પોલીસે ગેંગના એક વ્યક્તિની બેંગ્લોરના મહાલક્ષ્મી લેઆઉટ વિસ્તાર પાસેથી ધરપકડ કરી છે. જે સમયે પોલીસે આરોપીને પકડવાની કોશિશ કરી ત્યારે તેને પોલીસ પર હુમલો કરી દીધો ત્યારપછી પોલીસે આરોપીના પગમાં ગોળી મારી જેને કારણે આરોપી ઘાયલ થયો છે.

આરોપીને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને આ વાતની શંકા છે કે આ હત્યા પાછળ જમીનનો વિવાદ છે. ઘટના સામે આવ્યા પછી પોલીસે આખો કેસ નોંધી લીધો છે અને તેની તપાસ ચાલી રહી છે. તેની સાથે સાથે પોલીસ અન્ય આરોપીને પણ શોધી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X