બેંગલુરુના વિદ્યાર્થીએ પેટા કોન્ટેસ્ટમાં બનાવી પોતાની આગવી જગ્યા

Posted By:
Subscribe to Oneindia News

અનેક યુવાનાને પાછળ છોડીને બેંગલુરુના વિદ્યાર્થી કુશલ હેબ્બરે પ્યૂપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) દ્વારા આયોજીત ઇન્ડિયાઝ ક્યૂટેસ્ટ વેઝિટેરિયન નેકસ્ટ ડોર કોન્ટેસ્ટમાં પોતાની આગવી જગ્યા બનાવી છે. નોંધનીય છે. કુશલ તે વીસ ફાઇનલિસ્ટમાં સામેલ છે જેણે પેટા જજોની પેનલે પસંદ કર્યા છે.

kushal

પેટા જજોની આ પેનલ તેના પ્રતિયોગિઓની પસંદગી આ મુખ્ય ત્રણ વાતોને ધ્યાનમાં રાખીને કરી છે. ભાગ લેનારની શારિરીક સ્થિતિ, પ્રાણી અંગે તેમનું સમર્પણ અને તેમનું શાકાહારી હોવું. હવે આ હરિફાઇમાં લોકોએ વોટ કરીને તેમના બે લોકોની પસંદગી કરવાની છે. એક નવેમ્બરે આ હરિફાઇનું પરિણામ જાહેર થશે.

નોંધનીય છે કે કુશલ બીએનએમ ઇનસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કોમ્પ્યૂટર સાયન્સ ફાઇનલ યરના એન્જિનિયરીંગના વિદ્યાર્થી છે. અને તે તેમના પૂરા જીવનમાં શાકાહારી જ રહ્યા છે. કુશલ હેબ્બરે જણાવ્યું કે જેમને પ્રાણીથી ખાસ લગાવ છે. અને તે સ્વાદ માટે કરીને પ્રાણીઓને મારવા કે નોન વેઝ ખાવું બિલકુલ પણ પસંદ નથી કરતા.

English summary
Bengaluru student Kushal Hebbar among 20 finalists of Peta contest.
Please Wait while comments are loading...