For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રીના જન્મદિવસ પર બે કલાક સુધી થયો અશ્લિલ ડાન્સ

|
Google Oneindia Gujarati News

અલ્હાબાદ, 13 ફેબ્રુઆરીઃ અલ્હાબાદ રેલવે સ્ટેશન પર મચેલી ભાગદોડમાં 36 લોકોના મોત થયા. આ દુર્ઘટનાથી આખો દેશ શોકમાં ડુબેલો છે, તો બીજી તરફ ઘટનાના બે દિવસ બાદ યુપીના બારાબંકીમાં કેન્દ્રીય ઇસ્પાત મંત્રી બેની પ્રસાદ વર્માએ 73મો જન્મ દિવસ મનાવ્યો. આ તકે બાર ડાન્સર્સ દ્વારા અશ્લિલ ડાન્સ કરવામાં આવ્યો.

beni-prasad-verma
આ બાર ડાન્સર્સે અંદાજે બે કલાક સુધી બોલિવુડના આઇટમ સોંગ્સ પર ઠુમકા લગાવ્યા અને કોગ્રેસીઓ તેનો આનંદ લેતા રહ્યાં. જે દિવસે આ અશ્લિલ ડાન્સ થયો એ દિવસે શહેરના શ્રી રામ વાટિકામાં 30 ગરીબ યુવતીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

એક દશકા પહેલા બેની પ્રસાદ વર્માએ પોતાના જન્મ દિવસ પર ગરીબ યુવતીના સામૂહિક લગ્ન કરાવવાની શરૂઆત કરવામાં આવી હતી. બેની પ્રસાદ વર્માએ મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી. કાર્યક્રમના આયોજક અને કોંગ્રેસી નેતા વીરેન્દ્ર સિંહે કહ્યું કે બાર ડાન્સર્સને એ લોકોએ બોલાવી હતી જેમની પુત્રીઓના લગ્ન થયા હતા. ડાન્સ સામૂહિક લગ્નનો ભાગ નહોતો. ડાન્સ શરૂ થતા પહેલા જ મંત્રીજી જતા રહ્યાં હતા.

સોમવારે સૈફઇમાં સપા સુપ્રીમો મુલાયમ સિંહના ભત્રીજા અંશુલ યાદવના લગ્ન હતા. લગ્નમાં કોઇ તામજામ નહોતો. પીડિતો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે લગ્ન સાદગીથી કરવામાં આવ્યા હતા. કેટલાક શહેનાઇ વાદકોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ મુલાયમ સિંહે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે લગ્નમાં ના તો ફટાકડા ફુટશે અને ના તો સંગીત વગાડવામાં આવશે. અંશુલ યાદવ મુલાયમ સિંહના નાના ભાઇ રાજપાલના પુત્ર છે. લગ્નમાં યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ સામેલ હતા, પરંતુ તેમણે સાદગીનો પરિચય આપ્યો.

English summary
While the entire nation was in shock after the death of 36 pilgrims in a stampede at the Allahabad, the Congressmen in Barabanki were celebrating Union steel minister Beni Prasad Verma’s 73rd birthday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X