'ભાડમાં જાય બીજેપી, મને બચાવી લો'
નવી દિલ્હી, 8 જુલાઇ : કેન્દ્રીય પોલાદ મંત્રી બેની પ્રસાદ વર્માએ એક સભામાં સોમવારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવને જણાવ્યું કે 'લોકસભા ચૂંટણી બાદ જો મુલાયમ સિંહ યાદવ પ્રધાનમંત્રી બની જશે તો હું તેમનું સ્વાગત હારમાળા પહેરાવીને કરીશ.' આની સાથે જ બેનીએ એવું પણ કહી દીધું કે યુપીમાં કોંગ્રેસ 80માં 50 બેઠકો જીતશે અને પછી રાહુલ ગાંધીને આ દેશના પ્રધાનમંત્રી બનાવવા જ પડશે.
યૂપીની અખિલેશ સરકાર પર નિશાનો સાધતા બેની પ્રસાદે જણાવ્યું 'આજે સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે કે મંત્રી સુધ્ધાએ અધિકારીઓને ત્યાં જઇને પોતાનું કામ કરાવવા માટે તડપવું પડે છે. આ જે ચૂંટાયેલા જનપ્રતિનિધિનું અપમાન છે.'
જ્યારે બેનીએ અમિત શાહ અંગે પણ કટાક્ષ કરતા કહ્યું કે 'ઉત્તર પ્રદેશમાં આ દિવસોમાં એક અજબ દેવદૂતનું નામ લેવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ભાજપાની પાસે કોઇ નેતા નથી બચ્યો તો ગુજરાતથી અમિત શાહ નામના શખ્શને બોલાવવામાં આવ્યો છે. તે ઇશરત જહાંના નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપીત છે. હાલમાં તેઓ જામીન પર મૂક્ત છે.'
શનિવારે તેમણે અયોધ્યા જઇને રામલલાના દર્શન કર્યા અને પ્રાર્થના કરી કે 'મને બચાવી લો, ભાજપા જાય ભાડમાં..' બેનીએ મોદી પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે ચૂંટણીની ઋતું શરૂ થવાની છે. આગળ જઇને નરેન્દ્ર મોદી પણ અત્રે આવશે. ભાજપા તેમને મહાપુરુષ ગણાવી રહી છે પરંતુ હજારો મુસલમાનોનું કત્લેઆમ કરાવીને કોઇ મહાપુરુષ બની શકે નહીં.












Click it and Unblock the Notifications
