બેની પ્રસાદ વર્માએ મુલાયમને આપ્યો ખુલ્લેઆમ ચર્ચાનો પડકાર!

beni prasad
લખનઉ, 6 જુલાઇ : વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને કેન્દ્રીયમંત્રી બેની પ્રસાદ વર્માએ આજે આરોપ લગાવ્યો કે સપા અને ભાજપા બંને માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ તેઓ બાબરી ધ્વંસમાં પણ તેમનું કાવતરું હતું. જો આની પર સપા અધ્યક્ષને આપત્તિ હોય તો તેઓ ખુલ્લા મંચ પર સવાલ-જવાબ કરવા માટે તૈયાર છે.

સમાજવાદી પાર્ટીના સંસ્થાપકોમાંથી એક રહી ચૂકેલા ઇસ્પાત મંત્રી વર્માએ અત્રે પોતાના રહેઠાણ પર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સપા અને ભાજપ 1990થી રાજકીયરીતે એકબીજા સાથે જોડાયેલી છે જેથી હિન્દુ અને મુસ્લિમ વોટોનું ધ્રુવીકરણ થઇ શકે અને બંને રાજનૈતિક હિત સાધી રહ્યા છે.

તેમણે પડકાર ફેંકતા જણાવ્યું કે 'સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવને મારા આ નિવેદન સામે કોઇ વાંધો હોય તો અમે ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. તેઓ મારા સવાલના જવાબ આપે અને હું એમના સવાલોના જવાબ આપી દઇશ. પરંતુ હવે દેશની જનતા અને ખાસ કરીને મુસલમાનોને દિશાભ્રમ કરવા અને તેમનું અહીત કરવાનું બંધ કરે.'

અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે મુલાયમ સિંહ યાદવના ખાસ મિત્ર રહી ચૂકેલા બેની પ્રસાદ યાદવ હવે તેમની ટિકા કરવાની કોઇ તક છોડતા નથી. અને તેમણે મુલાયમસિંહ સરકાર પર અનેકો વખત ટિકા કરતા આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X