બેની પ્રસાદે આપી કોંગ્રેસ છોડવાની ધમકી

અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી બેની પ્રસાદ વર્માએ થોડા દિવસો પહેલાં મુલાયમ સિંહ યાદવને લઇને વિવાદિત નિવેદન આપીને રાજકારણમાં ખળભળાટ મચાવી દિધો હતો. બેની પ્રસાદે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મુલાયમ સિંહ તો વડાપ્રધાનના ઘરની બહાર ઝાડુ મારવાના લાયક પણ નથી.
બેની પ્રસાદ વર્માએ કહ્યું હતું કે મુલાયમ સિંહ વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહ્યાં છે, પરંતુ પહેલાં તેમને વડાપ્રધાનના ઘરની બહાર સફાઇ કરવાની નોકરી માટે પ્રયત્ન કરવો જોઇએ. 77 વર્ષના બેની પ્રસાદે ફૈઝાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.












Click it and Unblock the Notifications
