મોદી નેતા નહિ અભિનેતા, સારુ રહેત અમિતાભને જ પીએમ બનાવી દેતઃ પ્રિયંકા ગાંધી
શુક્રવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મિર્ઝાપુરમાં કોંગ્રેસ ઉમેદવાર લલિતેશ ત્રિપાઠીના સમર્થનમાં રોડ શો કરી પોતાના ભાષણમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ અને મોદી પર નિશાન સાધ્યુ.
શુક્રવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મિર્ઝાપુરમાં કોંગ્રેસ ઉમેદવાર લલિતેશ ત્રિપાઠીના સમર્થનમાં રોડ શો કર્યો અને ત્યારબાદ તેમણે જનતાને સંબોધિત પણ કરી, પોતાના ભાષણમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધ્યુ. પ્રિયંકાએ કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી નેતા નથી અભિનેતા છે, દુનિયાના સૌથી મોટા અભિનેતા ભારતના પ્રધાનમંત્રી બન્યા, મોદીના બદલે અમિતાભને જ પ્રધાનમંત્રી પસંદ કરતા તો સારુ રહેત કારણકે કરવાનુ કોઈએ કંઈ નથી.

મોદી નેતા નહિ અભિનેતા છેઃ પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે ભાજપને માત્ર અને માત્ર સત્તા મેળવવી છે, મોદીએ ગઈ લોકસભા ચૂંટણી સમયે કરેલા પોતાના વચનો પૂરા નથી કર્યા. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસ ખોટા વચનો નથી આપતી પરંતુ ખેડૂતો, ગરીબો અને યુવાનોના હકમાં કામ કરે છે, મોદી સરકારે દેશના ભાગલા પાડવાનું કામ કર્યુ છે.
|
પીએમને ગણાવ્યા હતા ‘અહંકારી'
આ પહેલા મીડિયા સાથે વાત કરીને દિલ્લીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે જનતા મતથી ભાજપને જવાબ આપશે અને કોંગ્રેસ આ વખતે અપેક્ષાથી વધુ સીટો જીતશે. તેમણે કહ્યુ કે પીએમ મોદી બહુ અહંકારી થઈ ગયા છે, તે કોઈની સાંભળતા જ નથી, તે દેશના બચાવવાની ચૂંટણી, ભાજપના હરાવવુ સંપૂર્ણપણે નક્કી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ અને કહ્યુ હતુ કે તેમણે દેશમાં નફરત ફેલાવી, અમે પ્રેમ એટલા માટે અમે જરૂર જીતીશુ.

પ્રિયંકા ગાંધીનું થયુ જોરદાર સ્વાગત
તમને જણાવી દઈએ કે મિર્ઝાપુરમાં રોડ શો કરવા પહોંચેલી પ્રિયંકા ગાંધીનું જોરદાર સ્વાગત કર્યુ. રસ્તાની બંને બાજુઓ પર કાર્યકર્તાઓના ટોળા ઉમટી પડ્યો હતો. ઢોલ નગારા અને ડીજે સાથે નીકળેલા રોડ શોમાં કોંગ્રેસ વિવિધ પક્ષોના કાર્યકર્તાઓએ પણ પાર્ટીના ધ્વજ સાથે શામેલ થયા. રોડ શો માટે પહોંચેલી પ્રિયંકાને વિંધ્યાચલ માતાની ચૂંદડી અને કંતિત શરીફ ખ્વાજા ઈસ્માઈલ ચિશ્તી દરગાહની ચાદર ભેટ કરવામાં આવી.

લલિતેશ ત્રિપાઠીનો મુકાબલો અનુપ્રિયા પટેલ સાથે
તમને જણાવી દઈએ કે મિર્ઝાપુરમાં લલિતેશ ત્રિપાઠીનો સીધો મુકાબલો મહાગઠબંધનના ઉમેદવાર રામ ચરિત્ર નિષાદ અને એનડીએ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ સાથે છે. ચૂંટણી પ્રચારમાં અહીં દરેક પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી છે. મિર્ઝાપુર લોકસભા સીટથી હાલમાં પોતાના પક્ષના નેતા અનુપ્રિયા પટેલ સાંસદ છે જેમણે વર્ષ 2014ની ચૂંટણીમાં અહીં બસપાને હરાવી હતી. ઉલ્લેખનીય છે કે અપના દળે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી ભાજપ સાથે મળીને લડ્યા હતા. લોકસભામાં તેના બે સાંસદ અને રાજ્ય વિધાનસભામાં તેના આઠ ધારાસભ્ય છે. 2014માં આ સીટ પર બીજા નંબરે બસપા, ત્રીજા નંબરે કોંગ્રેસ અને ચોથા પર સપા હતા. મિર્ઝાપુરની 91 ટકા વસ્તી હિંદુ છે અને 7 ટકા મુસ્લિમ, વર્ષ 2014માં અહીં 17200661 મતદારોએ ભાગ લીધો હતો. અહીંની સરેરાશ સાક્ષરતા દર 57.22% છે જેમણે પુરુષોની સાક્ષરતા દર 65.98% અને મહિલાઓની સાક્ષરતા દર 47.51% છે.












Click it and Unblock the Notifications
