શીખ અધિકારીઓ વિરુદ્ધ નિવેદનને લઈને ભગવંત માને બીજેપી પર પ્રહારો કર્યા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પશ્ચિમ બંગાળના આઈપીએસ અધિકારી વિરુદ્ધ બીજેપી નેતાઓ જે રીતે નિવેદનો આપી રહ્યા છે તેના પર આકરા પ્રહારો કર્યા છે.
ભગવંત માને કહ્યું કે, શીખ આઈપીએસ અધિકારીને દેશદ્રોહી કહેવામાં આવે તે નિંદનીય છે. બીજેપી પર આકરા પ્રહારો કરતા ભગવંત માને સોશિયલ મીડિયા પર લખ્યું કે, બીજેપીના નેતાઓ દ્વારા બંગાળના એક શીખ આઈપીએસ અધિકારીને દેશદ્રોહી કહે તે અત્યંત નિંદનીય છે.

તેમણે કહ્યું કે, કદાચ બીજેપીને ખબર નથી કે આજ સુધી દેશને આઝાદ કરવામાં તેનું મહત્વનું યોગદાન રહ્યું છે અને તેની સ્વતંત્રતા જાળવી રાખવા માટે પંજાબીઓએ સૌથી વધુ બલિદાન આપ્યું છે. બીજેપીએ પંજાબીઓની માફી માંગવી જોઈએ.
ભગવંત માને કહ્યું કે, બીજેપી નેતાઓ એ ભૂલી ગયા છે કે સામાન્ય રીતે પંજાબીઓ અને ખાસ કરીને શીખ સમુદાયે દેશની આઝાદી માટે અસંખ્ય બલિદાન આપ્યા છે. દેશને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં શીખ ખેડૂતોના મોટા યોગદાનને અવગણી શકાય નહીં.
સીએમ ભગવંત માને કહ્યું કે, જે રીતે સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગોટાળાને ફટકાર લગાવી છે તે સ્પષ્ટ છે કે બીજેપી લોકશાહીનું સન્માન નથી કરતી. મુખ્યમંત્રી ભગવંત માને સુપ્રીમ કોર્ટના નિર્ણયને સત્યની જીત ગણાવીને આવકાર્યો છે.
ભગવંત માને કહ્યું કે, આખરે સત્યની જીત થઈ છે. ચંદીગઢમાં મેયરની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા નકારવામાં આવેલા 8 મતોને સમર્થન આપતા CJIએ AAPના કુલદીપ કુમારને મેયર જાહેર કર્યા છે.












Click it and Unblock the Notifications
