For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભંડારા કેસઃ બળાત્કાર નહીં, ડુબવાથી થયું સગીરાઓનું મોત

|
Google Oneindia Gujarati News

Rape
ભંડારા, 9 માર્ચઃ મહારાષ્ટ્રના ભંડારામાં ગત દિવસોમાં ત્રણ સગીરાઓની હત્યાના બનાવમાં નવો વળાંક આવ્યો છે. તાજા ફોરેન્સિક અહેવાલ સગીરાઓ સાથે બળાત્કાર નહીં હોવાની વાત સામે આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સગીરાઓનું મોત કુવામાં ડુબવાથી થયું, જ્યારે પોસ્ટમોર્ટમ અહેવાલમાં બળાત્કાર બાદ હત્યાની પૃષ્ટિ કરવામાં આવી છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ત્રણ સગીરાઓના મૃતદેહ એક કુવામાંથી મળ્યા હતા. આ બનાવમાં બળાત્કાર અને પછી હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસે આ મામલે હજુ સુધી એક પણ ધરપકડ કરી નથી, જોકે, પોલીસે સંદિગ્ધની ધરપકડમાં મદદ કરનારને 50 રૂપિયાના ઇનામની ઘોષણા કરી છે.

સગીરાઓના દાદાએ જણાવ્યું હતું કે આરોપી સગીરાઓને કદાચ ચોકલેટ આપવાની લાલચે લઇ ગયા. તેમને પકડો અને ફાંસી આપો.

ઉલ્લેખનીય છે કે ત્રણેય સગીરા બહેનોના મૃતદેહ એક કુવામાંથી મળ્યા હતા. ત્રણેયની ઉમર 11 વર્ષથી ઓછી હતી. અતયંત ગરીબ પરિવારની આ ત્રણેય સગીરાઓની હત્યા કરી દેવામાં આવી. પોલીસે શરૂઆતમાં આ મામલાને અકસ્માતે મોતના રૂપમાં નોંધ્યો હતો, પરંતુ લોકો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યા બાદ સગીરાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં બળાત્કાર બાદ હત્યાની પૃષ્ટિ કરવામાં આવી હતી.

English summary
Bhandara case: Forensic expert concludes girls weren't raped, contradicts post mortem report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X