• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અત્યાર સુધીમાં 120થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

|

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વિરુદ્ધ કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસા ભારત બંધને 18 રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતો વિરુદ્ધ કોંગ્રેસની સાથે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ, ડીએમકે, તૃણમુલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એમડીએમકે, જેડીએસ, ઝારખંડ મુક્તિ મોર્ચા, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી સહિતના દળો ભારત બંધમાં સામેલ છે. અહીં મેળવો ભારત બંધની દરેક પળની અપડેટ.

bharat bandh

Newest First Oldest First
3:53 PM, 10 Sep
આણંદના તારાપુરમાં સજ્જડ બંધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
3:53 PM, 10 Sep
અમરેલી અને વલસાડમાં બંધને મિશ્ર પ્રતિસાદ
3:52 PM, 10 Sep
ભૂજમાં કોંગ્રેસના ભારત બંધનો ફિયાસ્કો, 20થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત.
1:50 PM, 10 Sep
3 વર્ષની બાળકીના મૃત્યુ માટે કોણ જવાબદાર? રવિ શંકર પ્રસાદે કોંગ્રેસ પર કર્યા પ્રહાર.
12:21 PM, 10 Sep
સુરતના સોસિયા સર્કલ પર કોંગ્રેસના અટકાયત કરી, અત્યાર સુધીમાં સુરતથી 120થી વધુ કાર્યકરોની અટકાય કરી.
12:17 PM, 10 Sep
અખિલેશ યાદવે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકારમાં એટલું ઘમંડ છે કે બંધના દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા
11:42 AM, 10 Sep
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, મહિલાઓની સુરક્ષા, ખેડૂતોની આત્મહત્યા જેવા મુદ્દે પીએમ મોદી એક શબ્દ નથી બોલતાઃ રાહુલ ગાંધી
11:05 AM, 10 Sep
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની પોલીસે કરી અટકાયત.
11:04 AM, 10 Sep
અમરેલી બંધ કરાવવા પરેશ ધાનાણી એકલા રસ્તા પર ઉતર્યા.
11:01 AM, 10 Sep
મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ જબરદસ્તી બંધ કરાવી દુકાનો
10:39 AM, 10 Sep
પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ બેઠા વિરોધ પ્રદર્શનમાં, મોદી સરકાર પર કર્યા પ્રહારો.
10:38 AM, 10 Sep
ભારત બંધઃ પટનામાં જન અધિકાર પાર્ટીના કાર્યકર્તાઓએ વાહનોમાં તોડફોડ કરી.
10:36 AM, 10 Sep
વડોદરા સિટી બસ પર બંધની અસર, 140 બસના 60 રૂટ બંધ કરાયા.
10:36 AM, 10 Sep
હિંમતનગરની બજારો બંધ કરાવતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત.
10:35 AM, 10 Sep
દાંતા-અંબાજી માર્ગ પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટાયરો સળગાવ્યાં.
10:35 AM, 10 Sep
બનાસકાંઠા- દાતામાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, મહિલા કાર્યકરો સહિત 50 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત.
10:22 AM, 10 Sep
અમદાવાદઃ રોડ પર ચક્કાજામ કરતા 20 જેટલા કોંગ્રેસી કાર્યરોની કૃષ્ણનગરથી અટકાયત.
10:20 AM, 10 Sep
મુંબઈઃ અંધેરી રેલવે સ્ટેશને કોંગ્રેસના કાર્યકરોએ ટ્રેન રોકવાનો પ્રયત્ન કર્યો.
10:16 AM, 10 Sep
ભારત બંધને પગલે રાજ્યની એસટી બસ સેવા અસરગ્રસ્ત થઈ, સવારથી જ પોરબંદરનો ડેપો બંધ છે અન મહેસાણામાં પણ બસ સેવા ખોરવાઈ છે.
10:10 AM, 10 Sep
જાહેર રસ્તા પર પુતળાદહન કરવાનો પ્રયત્ન કરતાં નરેન્દ્ર રાવત, અમિ રાવત સહિતના કોંગ્રેસના કાર્યકરોની અટકાયત.
10:08 AM, 10 Sep
કોંગ્રેસના ભારત બંધને રાજ્યમાં મિશ્ર પ્રતિસાદ- અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં બજારો ચાલુ.
10:08 AM, 10 Sep
પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં સ્કૂલ-કોલેજો ચાલુ.
10:05 AM, 10 Sep
અમદાવાદઃ શાહપુરની સ્કૂલ બંધ કરાવી, 60 જેટલા રૂટ સજ્જડ બંધ રહેશે.
10:04 AM, 10 Sep
પાટણમાં બંધને મિશ્ર પ્રતિસાદ- વેપારીઓએ બંધને સમર્થન આપ્યું.
10:03 AM, 10 Sep
જૂનાગઢમાં બંધની અસર- ઝાંઝરડા રોડ, જોશી રોડ સજ્જડ બંધ.
9:54 AM, 10 Sep
દુકાનો બંધ કરાવવા જતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત.
9:31 AM, 10 Sep
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં રાહુલ ગાંધી અને વિપક્ષના નેતાઓએ રાઘાટથી દિલ્હીના રામલીલા મેદાન સુધીની પદયાત્રા શરૂ કરી.
9:29 AM, 10 Sep
ભારત બંધઃ આજે ભરૂચમાં ટાયર બાળી રસ્તો જામ કરવામાં આવ્યો હતો.
8:43 AM, 10 Sep
અમદાવાદના થલતેજમાં કોંગ્રેસના કાર્યકરોએ ડીપીએસ સ્કૂલ બસને અટકાવી, તો રાજકોટમાં આજે 400 જેટલી સ્કૂલો બંધ.
8:41 AM, 10 Sep
ભારત બંધને પગલે જામનગરમાં કેટલીય ખાનગી શાળાઓ આજે બંધ.
READ MORE

English summary
Bharat Bandh Live Against Petrol Diesel Price Hike Congress Protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more