For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SC/ST એક્ટમાં ફેરબદલ મામલે ગુજરાત, પંજાબ અને બિહારમાં વિરોધ

2 એપ્રિલના રોજ અનેક દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધની જાહેરાત કરી છે. કોર્ટે અનુસુચિત જાતિ, જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એસસી/એસટી એક્ટ)ને લઇને નિર્ણય પર આ વિરોધ કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રિમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આજે એટલે કે 2 એપ્રિલના રોજ અનેક દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધની જાહેરાત કરી છે. કોર્ટે અનુસુચિત જાતિ, જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એસસી/એસટી એક્ટ)ને લઇને પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જે પછી વિપક્ષે પણ મોદી સરકારની આલોચના કરી છે. વિપક્ષના નિશાને આવ્યા પછી મોદી સરકારે પણ સોમવારે રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ 2 એપ્રિલના રોજ જીજ્ઞેશ મેવાણી દ્વારા ગુજરાત બંધની એલાન જાહેર કરવામાં આવ્યું છે. જો કે ગુજરાતમાં બંધ પહેલા જ રવિવાર રાતે વેજલપુર વિસ્તારમાં મોડી રાતે એમટીએસની બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આજે પણ ગુજરાતમાં આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહેશે.

bharat bandh

તો બીજી તરફ ગુજરાતમાં જ નહીં ભારતના એક રાજ્યોમાં પણ દલિતો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. બિહારમાં દલિતોએ ટ્રેન રોકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો પંજાબમાં પણ દલિતોના આ વિવાદને કારણે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ લોકોનું કહેવું છે કે કોર્ટના આ નિર્ણયથી 1989 એસટી એક્ટ નબળો પડી જશે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં સ્કૂલ અને કોલેજને પણ બંધ કરવામાં આવી છે. અને જ્યાં શાળાઓમાં પેપર ચાલી રહ્યા હતા તેને પણ બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે એસસી અને એસટી એક્ટ પર સુપ્રિમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવા મામલે મંજૂરી આપી છે.

English summary
Bharat Bandh over SC/ST protection act: Protest at Gujarat, Bihar and Punjab. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X