Bharat Dojo Yatra : શું છે રાહુલ ગાંધીની ડોજો યાત્રા? જાણો કેમ દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે?

Rahul Gandhi Bharat DOJO Yatra : લોકસભા ચૂંટણીમાં બીજેપીને હરાવ્યા બાદ રાહુલ ગાંધી સતત મોટા નેતા તરીકે ઉભરી રહ્યાં છે. હવે રાહુલ ગાંધીની આગામી ડોજો યાત્રા ચર્ચામાં છે.

બે જેટલી ભારત જોડો યાત્રા કરીને ભારતને ચાલીને ખુંદી વળનારા રાહુલ ગાંધી આગામી દિવસોમાં ડોજો યાત્રા કરવા જઈ રહ્યાં છે. જાપાની ફોર્મુલા પર આધારીત ડોજો યાત્રા પર હવે તમામ લોકોની નજર છે.

rahul gandhi dojo

લોકસભા ચૂંટણી બાદ હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને હરાવવા રાહુલ ગાંધીએ યોજના બનાવી દીધી છે. રાહુલ ગાંધીએ ધોબી પછાડ જેવી જૂની યુક્તિઓ અજમાવવા હરિયાણાના નવો પ્રયોગ કર્યો છે.

રાજકીય ભાષામાં રાહુલ ગાંધીએ જાપાનીઝ દાવપેચ અપનાવ્યો છે. 4 જૂને મોહબ્બત કી દુકાનની સારી સફળતા પછી તેમણે યુવાનોને કોંગ્રેસ સાથે જોડવા માટે જે પદ્ધતિઓ વિશે વાત કરી તે સદીઓ જૂની છે. તે આજે પણ પ્રાસંગિક છે અને તેમાં ઊંડો અર્થ છુપાયેલો છે.

શું છે ડોજો યાત્રા? જાણો જાપાનીઝ ફોર્મ્યુલા
ડોજોને સામાન્ય રીતે માર્શલ આર્ટ માટે તાલીમ ખંડ અથવા શાળા કહેવામાં આવે છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવેલો વીડિયો આ વર્ષની શરૂઆતમાં યોજયેલી આવેલી ભારત જોડો ન્યાય યાત્રાના સમયનો છે. જેમાં તે બાળકોને માર્શલ આર્ટની બારીકીઓ સમજાવી રહ્યો છે.

તેમણે કેપ્શનમાં લખ્યું કે, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જ્યારે અમે હજારો કિલોમીટરની મુસાફરી કરી ત્યારે અમે દરરોજ સાંજે Jiu-Jitsu ની પ્રેક્ટિસને અમારી દિનચર્યાનો એક ભાગ બનાવ્યુ હતુ. ફિટ રહેવાની સરળ રીત તરીકે શરૂ થયેલી આ કળા આજે એક સામુદાયિક પ્રવૃત્તિ બની ગઈ છે.

જે રીતે નરેન્દ્ર મોદી યુવાનો સાથે જોડાય છે આ જ રીતે પોતાની વાત ચાલુ રાખતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ જાપાનીઝ પ્રેક્ટિસ સાથે અમારો ઉદ્દેશ્ય યુવાનોને યોગ અને ધ્યાન સિવાય સૌમ્ય કલાની સુંદરતા શીખવવાનો છે, જે જિયુ-જિત્સુ, આઈકિડો અને નોનનું સુમેળભર્યો મિશ્રણ છે.

તેમણે લખ્યુ કે, હું રાષ્ટ્રીય રમતગમત દિવસના અવસર પર મારો અનુભવ શેર કરવા માંગુ છું, આશા રાખું છું કે તેમાંથી કેટલાકને આ ખૂબ જ અદ્ભુત માર્શલ આર્ટના સૌમ્ય સ્વરૂપની પ્રેક્ટિસ કરવા માટે પ્રેરણા મળશે.

ભારત ડોજો યાત્રા
રાહુલ ગાંધીએ કહ્યું કે, બહુ જલ્દી મારી ભારત જોડો યાત્રા શરૂ થઈ રહી છે. મેં 14 જાન્યુઆરીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી, જે બે મહિના પછી મુંબઈમાં પૂરી થઈ. અગાઉ ભારત જોડો યાત્રામાં તેમણે કન્યાકુમારીથી શ્રીનગર સુધીની પદયાત્રા કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X